Not Set/ કેરળ ક્રિકેટ એસોસિએશને શ્રીસંતને રણજી ટ્રોફીમાં આપી જગ્યા, તેનુ રમવુ કે ન રમવુ…

ક્રિકેટ રમતમાં જેમ કઇ પણ થઇ શકે છે તેવુ જ ક્યારેક આપણા જીવનમાં પણ બની જતુ હોય છે. આવી જ એક જીવન વાર્તા શ્રીસંતની છે. ટીમ ઈન્ડિયામાં સારી ક્રિકેટ રમતો ઝડપી બોલર શ્રીસંતનો આજીવન પ્રતિબંધ થોડા સમય પહેલા ખતમ થઇ ગયો હતો અને જ્યારે તેનો પ્રતિબંધ પૂર્ણ થઈ ગયો ત્યારે કેરળ ક્રિકેટ એસોસિએશને શ્રીસંતનું નામ […]

Uncategorized
87d583b28ddec2a33b1891752e8ffdab કેરળ ક્રિકેટ એસોસિએશને શ્રીસંતને રણજી ટ્રોફીમાં આપી જગ્યા, તેનુ રમવુ કે ન રમવુ...

ક્રિકેટ રમતમાં જેમ કઇ પણ થઇ શકે છે તેવુ જ ક્યારેક આપણા જીવનમાં પણ બની જતુ હોય છે. આવી જ એક જીવન વાર્તા શ્રીસંતની છે. ટીમ ઈન્ડિયામાં સારી ક્રિકેટ રમતો ઝડપી બોલર શ્રીસંતનો આજીવન પ્રતિબંધ થોડા સમય પહેલા ખતમ થઇ ગયો હતો અને જ્યારે તેનો પ્રતિબંધ પૂર્ણ થઈ ગયો ત્યારે કેરળ ક્રિકેટ એસોસિએશને શ્રીસંતનું નામ રાજ્યની રણજી ટ્રોફી ટીમમાં મૂક્યું છે. શ્રીસંત પર પ્રતિબંધ સપ્ટેમ્બર મહિનામાં ખતમ થયો હતો.

આ ઝડપી બોલરે અગાઉ કહ્યું હતું કે તેની ટોચની કક્ષાએ ક્રિકેટ રમવા માટેની ઇચ્છા હજી પૂરી થઈ નથી. જણાવી દઇએ કે 2013 ની આઈપીએલ સીઝન હતી, જ્યારે શ્રીસંતને સ્પોટ ફિક્સિંગમાં સામેલ હોવાના આરોપ માટે રાજસ્થાન રોયલ્સનાં બે ખેલાડીઓ સાથે દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. આ અન્ય બે ખેલાડીઓ હતા અજિત ચંદેલા અને અંકિત ચવ્હાણ. ત્યારબાદ બીસીસીઆઈએ શ્રીસંત પર આજીવન પ્રતિબંધ લગાવી દીધો હતો, પરંતુ 2015 માં સ્પેશિયલ કોર્ટે તેમને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા.

વળી વર્ષ 2018 માં, કેરળ હાઇકોર્ટે પણ બીસીસીઆઈ દ્વારા શ્રીસંત પર લાદવામાં આવેલી આજીવન પ્રતિબંધને રદ્દ કર્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે વર્ષ 2019 માં શ્રીસંત પર પ્રતિબંધ રાખ્યો હતો અને બીસીસીઆઈને પ્રતિબંધની સજા ઘટાડવા કહ્યું હતું. આ પછી, સાત વર્ષમાં બીસીસીઆઈ દ્વારા તેમના આજીવન પ્રતિબંધમાં ફેરફાર કરવામાં આવ્યો. શ્રીસંતનાં પ્રતિબંધનો સમય હવે આ વર્ષે પૂરો થયો હતો, ત્યારે કેરળે તેમને રણજી ટીમમાં શામેલ કરી દીધેલ છે, જો કે સ્પષ્ટ કરી દીધું હતું કે તેમનું રમવું કે ન રમવું તે તેમની ફિટનેસ પર સંપૂર્ણ નિર્ભર રહેશે. હવે તમે જોઈ રહ્યા છો કે શ્રીસંતે કેવી રીતે બોડી બિલ્ડરની જેમ પોતાનું શરીર બનાવ્યું છે. અને અહીંથી તેઓએ તેમની ફિટનેસ અને સ્ટેમિના પર કામ કરવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.