Not Set/ કેવી રહેશે આપની 02/06/2020,વાંચો રાશિ ભવિષ્ય

 દૈનિક રાશિભવિષ્ય (તા. 2 જૂન 2020, મંગળવાર)  –    અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય તેમજ ટેરોટકાર્ડ રીડર) (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com ( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે હવેથી હું પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય લખીશ. જે રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. ) મેષ (અ,લ,ઈ) –  આજે તમને કોઈ નવી તક મળી શકે […]

Uncategorized
aa755fdea87a74017b1cb4af0b96cf6a 1 કેવી રહેશે આપની 02/06/2020,વાંચો રાશિ ભવિષ્ય

 દૈનિક રાશિભવિષ્ય (તા. 2 જૂન 2020, મંગળવાર) 
–    અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય તેમજ ટેરોટકાર્ડ રીડર)
(મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે હવેથી હું પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય લખીશ. જે રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. )
મેષ (અ,લ,ઈ) –  આજે તમને કોઈ નવી તક મળી શકે છે. તમારી કલ્પના બહારની તક હશે પણ શક્ય છે કે આ તકમાં તમારે કંઈક સમાધાનકારી વલણ અપનાવવું પડશે. તમારી આવકનો માર્ગ મોકળો થશે. ધન પ્રાપ્તિના અવસરો રચાશે. જે કંઈ તક હશે એ સ્હેજ મોટી હશે તેવું પણ મને વર્તાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય
વૃષભ (બ,વ,ઉ) – સંતાન સંબંધી કાર્યોમાં આજે તમે વધારે પ્રવૃત્ત રહો તેવું દર્શાવે છે. પ્રવાસના અનુસંધાનમાં જુદા જુદા કાર્યો થાય તેવું પણ દર્શાવે છે. જમીન-મકાનના કાર્યો આજે વેગ પકડી શકે છે. મનમાં લાગણી તો ઉમટી જશે પણ સાથે સાથે થોડો ઉશ્કેરાટ પણ વ્યાપી જશે. 

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય
મિથુન (ક,છ,ઘ) – આજે તમારું અટક્યું કાર્ય આગળ ધપી શકે છે. ઘર સંબંધી કાર્યોમાં આજે તમને થોડી વધુ સરળતા રહેશે. બધુ બરાબર ચાલતું હોવા છતાં આજે ઘરમાં થોડો મતભેદ સર્જાઈ શકે છે. માટે, તમારે થોડી સાવધાની રાખવી પડશે. જો તમે લેખક હશો તો આજે લેખન અને સાહિત્ય પાછળ દિવસ વીતી શકે છે. 

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય
કર્ક (ડ,હ) –  નસીબનું ચક્ર ફરે ત્યારે થોડું તો બેલેન્સ આઘુંપાછું થઈ શકે છે માટે, તમારે સંતુલન રાખવું પડશે. સારા સમાચાર મળે પણ સાવધાની રાખવી પડશે. પિતા સાથે તણાવ રહેશે પણ તમારે આવેશ અને ઉશ્કેરાટ ઉપર કાબૂ રાખવો પડશે. બપોર પછી પોતાના સહકર્મચારીઓ સાથે વિશેષ ચર્ચા થાય.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય
સિંહ (મ,ટ) – માતા સાથે ધર્મ-ધ્યાનની વાતો થાય. આજે ધાર્મિક પુસ્તકોનું પણ વાંચન કરવાની ઇચ્છા થાય. એક પ્રકારે આજે ડહાપણની દાઢ ખીલી ઊઠે. કંઈક ગળ્યું જમવાનો લાભ મળે. શક્ય છે કે ઘરમાં દૂધની બનાવટનનું કોઈ મિષ્ટાન્ન તમને જમવા મળે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય
કન્યા (પ,ઠ,ણ) – આજે શક્ય છે કે તમારે કોઈ કાયદાકીય કાર્યમાં રસ લેવો પડે. જુદા જુદા કાયદાનો અભ્યાસ પણ કરવો પડે. તમે તમારા હક્ક માટે સ્હેજ વધુ સૈદ્ધાંતિક રીતે લડત આપો તેવું પણ દર્શાવે છે. મુદ્દો જે કોઈપણ હશે પણ આ બાબતે તમારું કાર્ય સિદ્ધ થયેલું જણાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય
તુલા (ર,ત) – આજે કોઈની સાથે જુદી જુદી વાતો થાય પણ તમને પૂરી રીતે સંતોષ ન થાય તેવું પણ બને. તમારે થોડા ડિપ્લોમેટીક બનવાની જરૂર પડશે. ભાગીદારીની વાતોમાં આજે તમને સફળતા મળવાની શક્યતા છે. ધનપ્રાપ્તિના અવસરો પણ રચાયેલા છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય
વૃશ્ચિક (ન,ય) – કાર્ય થતાં થતાં અટકી જાય તેવું જણાય છે. તમારે નાસીપાસ થવાની જરૂર નથી કાર્ય લગભગ પૂર્ણતાને આરે છે. પણ, સામો પક્ષ થોડું જક્કી વલણ દર્શાવે તેવું પણ જણાય છે. આજે લાગણીના આવેશમાં કોઈની સાથે સંબંધ બગાડી ન દેતા. કોઈપણ કાર્ય કરતા પહેલા આજે લાગણીઓ ઉપર અંકુશ રાખો તે સલાહભર્યું છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય
ધન (ભ,ધ,ફ,ઢ) – ધનપ્રાપ્તિ માટે આજે તમારે થોડી મહેનત વધુ કરવી પડે. આજે તમારે ધનનું આયોજન પણ કરવું પડે. વેપારની અંદર આજે તમને રાહત મળતી જણાય છે. નોકરીમાં પણ આજે સામાન્યતઃ કાર્યનો બોજો થોડો વધુ રહેશે પણ કાર્ય સફળતા તરફ પ્રયાણ કરતું જણાય છે. 

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય
મકર (ખ,જ) –  જીવનસાથી સાથે થોડો મતભેદ થઈ શકે છે. તમારે વધુ પડતી કડકાઈ ન રાખવી. તમારી વાત સૈદ્ધાંતિક હોય તમે સાચા પણ હશો પણ થોડી સાવધાની રાખજો. જેથી, જીવનસાથી સાથે કોઈપણ પ્રકારનો મતભેદ ન સર્જાય. બપોર પછી તમારા માટે થોડી સરળ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. 

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય
કુંભ (ગ,શ,સ,ષ) – આવકનો માર્ગ મોકળો બને. કોઈક જૂનું ધન અચાનક મળી જાય તેવું પણ બને. તમારા કરેલા રોકાણનો ફાયદો તમને ધાર્યા કરતા વધુ પણ મળી શકે છે. ભાગ્ય આજે બળવાન બન્યું છે. સુખ અને વૈભવની કામના તમારા મનમાં સતત ઘેરાયા કરે તેવું પણ દર્શાવે છે. 

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય
મિન (દ,ચ,ઝ,થ) –  જૂની વાતો ભૂલીને આજે તમારે પરિવાર સાથે આનંદથી દિવસ વિતાવવાનો અવસર છે. સંતાન સંબંધી કાર્યોમાં આજે સફળતા મળે. તમારા કાર્યો આજે પૂરા થતા જણાય અને નવી આશાનો સંચાર તમારા જીવનમાં થાય. 

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય
આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – શિવજીની ઉપાસના કરશો તો આજનો દિવસ વધુ સુંદર રીતે વિતાવી શકશો.
નોંધ – (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.