Not Set/ કેવી રહેશે આપની 04/07/2020, વાંચો રાશિ ભવિષ્ય

 દૈનિક રાશિભવિષ્ય (તા. 4 જુલાઈ 2020, શનિવાર) અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] ( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. ) * મેષ (અ,લ,ઈ) –   આજે પ્રવાસની શક્યતા દર્શાવે છે. વાહન યોગ પણ નિર્માણ […]

Uncategorized

 દૈનિક રાશિભવિષ્ય (તા. 4 જુલાઈ 2020, શનિવાર)

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. )

* મેષ (અ,લ,ઈ) –   આજે પ્રવાસની શક્યતા દર્શાવે છે. વાહન યોગ પણ નિર્માણ પામે લો છે. આજે લેખન કરાર સંબંધી ચર્ચા-વિચારણા અને કાર્યો રહી શકે છે. ધાર્મિક લેખન અથવા ચર્ચાવિચારણા અથવા પ્રવાસના યોગ પણ નિર્માણ પામ્યા છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) –  કોઈ જૂની ચાલી આવતી પીડાદયક બાબતોનો અંત આવી શકે છે. સાથે સાથે તમારો આરોગ્યની બાબતમાં સ્હેજ વિશેષ સાવધાની રાખવી જ પડશે તે બાબત ભૂલવાની નથી. ખોટી ચિંતાનો ત્યાગ કરજો અને મનને ઈશ્વર તરફ વાળવા પ્રયત્ન કરજો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) – ધન વ્યય દર્શાવે છે. તમારે તમારા કાર્યમાં સંતુલન રાખવું પડશે. પ્રમાણિક રહેવું પડશે. જો તમે સ્વાર્થવૃત્તિ રાખશો તો પસ્તાશો. તમારી કૌટુંબિક બાબતો આજે આગળ વધતી જણાય છે. સવારના તમારું મન થોડું વધારે વિચારે ચઢી જાય અને તમને ચિંતા પણ સતાવી શકે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) – આજે નોકરી-વ્યવસાય ક્ષેત્રે કોઈ નવી તક મળી શકે છે. સવારના સમયમાં ભલે તમારું મન થોડું વિચારે ચઢી જાય પણ તેમ છતાં આશા બહુ ઉજળી દેખાય છે. સ્ત્રી જાતકો તરફથી આજે તમારું લાભ સ્થાન પ્રબળ બન્યું છે. જમીન-મકાન તેમજ ઘર સંબંધી બાબતોમાં હકારાત્મક પરિણામ મળી જાય.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –  સવારનો સમય શાંતિથી વિતાવી દેવા પ્રયત્ન કરવો. સંતાન સાથે વાદવિવાદ થઈ શકે છે. તમારા તર્ક બહુ હોય માટે થોડી શાંતી જાળવવી. બપોર પછીના સમયમાં શરીરના ગુહ્યભાગમાં થોડી બળતરા કે પીડા થઈ શકે છે માટે સાવધાની રાખજો. તમારા મોઢામાંથી કટાક્ષભર્યા વેણ ન નીકળે તે જોજો નહીંતર વાણીથી શત્રુ ઊભા થશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –  આજે ઘરમાં થોડો મતભેદ થઈ શકે છે. તમારો આ મતભેદ મનભેદમાં પલટાઈ ન જાય તેનું તમારે ધ્યાન રાખવું પડશે. બપોર પછીના સમયમાં જીવનસાથી સાથે સ્હેજ વધારે સાવધાન રહેવું. જો તમારી ભાગીદારી પેઢી હોય તો આજે ખોટી રકઝકમાં પડવું નહીં.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) – વેપારમાં અથવા નોકરીમાં તમારા સહકાર્યકર્તા સાથે થોડી ચર્ચા-વિચારણા થઈ જાય. આ વાતો તમારા મનને અશાંત કરતું હોય તેમ જણાય છે. જો તમે પ્રવાસ કરવાના હોવ તો આજે થોડા સાવધાન રહેજો. ધન સંબંધી બાબતો આજે કૌટુંબિક મતભેદ આપે તેવી શક્યતા છે. જે થઈ ગયું તે થઈ ગયું તેવો અભિગમ રાખજો બહુ ચિંતા કરી મનને દુઃખી ન કરતા.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) – ઘરમાં નાની-મોટી બાબતો તમને દુઃખી કરી જાય. પૈસા વધુ વપરાય છે અથવા વાહન સંબંધી બાબતોની ચર્ચા વેગ પકડતી જણાય છે. આજે પ્રવાસની શક્યતા પણ ગોઠવાયેલી છે. જો તમે નોકરી કરતા હોવ તો આજે સાવધાની રાખજો અને સાથે સાથે પેટની બિમારીથી પણ સાવધાન રહેવું પડશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –  આરોગ્ય બાબતે આજે કાર્ય કરવું પડે. ઘરમાં કોઈ માંદુ-સાજુ હોય તો આજે તેમની પાછળ સમય આપવો પડે. માતા સંબંધી બાબતોનું આજે વિશેષ ધ્યાન આપવાનું જણાય છે. સંતાનની કોઈ નાની-મોટી સમસ્યા અગાઉથી ચાલી આવતી હોય તો સ્હેજ વધારે ધ્યાન આપજો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) – તમારા જીવનસાથીને આજે જુદી જુદી બાબતોમાં વ્યસ્તતા જાળવવી પડે. તમારે આરોગ્યની બાબતમાં વિશેષ સાવધાની રાખવાની રહેશે. તમે મનમાં બિનજરૂરી અનિષ્ટની કલ્પના કરવાની છોડી દેજો. તમે ધારો છો તેટલું એ અનિષ્ટ નહીં થાય. બપોર પછીના સમયમાં તમારો પ્રવાસ દર્શાવે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –  આજે તમારે વડીલોનો હુકમ માનવો પડશે અને એમાં તમારે તમારી ભલાઈ શોધી નાંખવાનો અભિગમ અપનાવવો. વેપારના અનુસંધાનમાં આજે ધન સંબંધી કાર્યવાહી થાય પણ તમારે ભાષા ઉપર વધારે સંયમ રાખવો પડશે. જો કોઈ જીભ અથવા દાંતની સમસ્યાથી પીડાતા હોવ તો સાવધાની રાખજો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) – આજે તમારે શાંતી જાળવવી અને મજબૂત મનોબળથી કાર્યનો ઉકેલ લાવવાનો અભિગમ રાખવાનો છે. કાર્યાલયની જુદી જુદી સમસ્યા વચ્ચે પણ તમને માર્ગ મળી જશે. બીજાની ઈર્ષ્યાનો ભોગ ન બનો તેની સાવધાની રાખજો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – કોઈપણ પ્રકારનો ભય રાખ્યા વિના તમારે તમારું શુભકાર્ય ચાલુ જ રાખવું. આજે તમારા કુળદેવીની ઉપાસના કરી દિવસનો પ્રારંભ કરજો.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.