Not Set/ કેવી રહેશે આપની 12/07/2020, વાંચો રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય (તા. 11 જુલાઈ 2020, શનિવાર)  અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com ( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. ) * મેષ (અ,લ,ઈ) –  આજે પ્રવાસની શક્યતા દેખાય છે. ધર્મ સંબંધી કાર્યો પણ આજે […]

Uncategorized
82fb4516bbfefd3228a2c7b6b3951ff6 1 કેવી રહેશે આપની 12/07/2020, વાંચો રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય (તા. 11 જુલાઈ 2020, શનિવાર) 
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )
* મેષ (અ,લ,ઈ) –  આજે પ્રવાસની શક્યતા દેખાય છે. ધર્મ સંબંધી કાર્યો પણ આજે થતા જણાય છે. તપની ભાવના પણ આજે તમારા મનમાં જાગૃત થાય છે. જો તમારા જન્મના ગ્રહો થોડા દૂષિત હશે તો આજે આરોગ્યની બાબતમાં તમને થોડી નિરાશા સાંપડી શકે છે માટે, સાચવવું. અન્યથા, આજનો દિવસ જ્ઞાન અને વૈરાગ્ય સાથે વિતાવશો એમ કહી શકાય.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય
* વૃષભ (બ,વ,ઉ) –  આજે ભાગીદારી પેઢીમાં તમારે વધુ સાવધાન રહેવું પડશે. પૈસાની બાબતમાં આજે તમને રકઝક થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે પણ થોડું વિશેષ સાચવવું. પ્રવાસની શક્યતા આજે જણાય છે. તમારા અટકેલા કાર્યો માટે આજે તમે ભગવાનના મંદિરે માથું ટેકવવા માટે પણ જવાની ઇચ્છા કરશો.
કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) – આજે મિત્રો સાથે બોલાચાલી થઈ શકે છે. વેપારમાં આજે મતભેદ ચરમસિમાએ પહોંચી શકે છે માટે તમારે સાવધાન રહેવું પડશે. પૈસાની બાબતે મતભેદ મોટો ન બને તે બાબતનું તમે ધ્યાન રાખજો. તમારા પિતા સાથે પણ તમારે સંયમ રાખવો પડશે. 
કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) – આજે પ્રવાસની શક્યતા છે. ઈલેક્ટ્રોનિક ક્ષેત્રે, કેમિકલ ક્ષેત્રે અને જમીન-મકાન ક્ષેત્રે કાર્ય કરતા જાતકો માટે આજે સાનુકૂળ દિવસ કહી શકાય. કોઈ જૂના સંબંધો આજે વધારે જાગૃત થતા જણાય છે. જ્ઞાન ભક્તિ સાથે આજે તમારો નાતો પણ રહેશે. 

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય
* સિંહ (મ,ટ) –   આરોગ્ય બાબતે તમે જાળવણી કરજો. માતાનું આરોગ્ય આજે તમને થોડી ચિંતા કરાવનારું રહી શકે છે. કોઈ જૂની બિમારી અથવા કોઈ જૂની મુશ્કેલી આજે વધુ હાવી ન બને તે જોજો. ખાસ કરીને જો તમે વૃદ્ધ હોવ તો તમારે આજે વધારે સાચવવાનું રહેશે. 

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય
* કન્યા (પ,ઠ,ણ) –  આજે તમને અથવા તમારા સંતાનને નોકરીના પ્રશ્નો સતાવી શકે છે. સંતાન સાથે આજે વધુ પડતી ચર્ચા ટાળજો. તમારી બુદ્ધિ આજે ખૂબ ઊંડું કાર્ય કરવા માટે ટેવાયેલી છે. પણ, આજે વધુ પડતી ચિંતા કરવાનું ટાળજો. વેપારના અનુસંધાનમાં આજે પ્રગતિ થતી જણાય છે. 

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય
* તુલા (ર,ત) –  આજે ઉશ્કેરાટ ઉપર કાબૂ રાખજો. પિતા સાથે અથવા તમારા અધિકારી સાથે આજે રકઝક થવાની શક્યતા વધારે છે. ઘરનો ઝઘડો બહાર ન જાય તેનું પણ તમારે ધ્યાન રાખવું પડશે. કંઈ બહુ મોટી મુશ્કેલી નથી જણાતી પણ તમારે વધુ શાંતિથી તમારું કાર્ય પૂરું કરી દેવું.
કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) – ભાગ્ય આજે તમને સાથ આપવા થનગની રહ્યું છે એમ કહી શકાય. તમારી ઝડપ અને તમારી બુદ્ધિ આજે રંગ લાવશે. જો તમે શિક્ષણક્ષેત્રે જોડાયેલા હશો તો આજે તમારા માટે વધુ સાનુકૂળ દિવસ કહી શકાય. 

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય
* ધન (ભ,ધ,ફ,ઢ) –  આજે ઘરમાં ખોટી ગરમાગરમીથી તમારે દૂર રહેવું. કોઈ ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુને હાની ન થાય તેનું ધ્યાન રાખવું. કોઈ વારસાઈ જમીન બાબતે આજે ચર્ચા થાય. સાથે સાથે, કોઈ ધન લાભ થવાની શક્યતા પણ નકારી નથી શકાતી. 

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય
* મકર (ખ,જ) – આજે પ્રવાસની શક્યતા વધી જાય છે. તમારા કાર્યને આજે લાભ મળતો જણાય છે. તમારા માટે આજે ખુશનુમા દિવસ વીતી શકે છે. જીવનસાથી દ્વારા પણ આજે તમને લાભ મળતો જણાય છે. પરિવારની એકતા આજે વધુ મજબૂત બનતી જણાય છે. 

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય
* કુંભ (ગ,શ,સ,ષ) –  આજે વેપાર – રોજગારમાં લાભ મળતો જણાય છે. તમારા કાર્યનું તમને આજે ફળ મળી જાય તેવું પણ દર્શાવે છે. સંતાન સંબંધી કોઈ કાર્ય અટક્યા હોય તો તે આજે આગળ વધતા જણાય છે. વિદ્યાર્થીમિત્રોને આજે અભ્યાસ ક્ષેત્રે લાભ મળે. 

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય
* મિન (દ,ચ,ઝ,થ) –  ભાગ્ય સાથ આપે છે પણ તમારે વધુ પડતી ઉતાવળ ન કરવી. વ્યાજબી ઉતાવળ આવકાર્ય છે પણ અતિશય ઝડપ વાત બગાડી નાંખે. વડીલ જાતકો આજે તમને લાભ આપે તેવી સ્થિતિ ગોઠવાઈ છે. આજે જીવનસાથીની મદદ દ્વારા કાર્ય વધુ સરળ બનશે. 
કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – ગણેશજીને આજે કુમકુમ અર્પણ કરી દિવસની શરૂઆત કરવી.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.