Not Set/ કેવી રહેશે આપની 21/05/2020,વાંચો રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઈ) – ધનપ્રાપ્તિના અવસર રચાયેલા જોવા મળે છે. સીઝનલ ધંધામાં આવક થાય પણ શરદીજન્ય રોગથી તમારે સાચવવું પડશે. મિત્રો તેમજ સગા-સંબંધીઓથી લાભ થઈ શકે છે. શુભકાર્યમાં થોડો ખર્ચ પણ થઈ શકે છે. કુલ મળી આજો દિવસ શાંતિપૂર્ણ પસાર થાય. વૃષભ (બ,વ,ઉ) – જેમનો સંપર્ક કરવો હોય તેમનો સંપર્ક થાય નહીં. કાર્યમાં નાની-મોટી અડચણ આવ્યા […]

Uncategorized
82fb4516bbfefd3228a2c7b6b3951ff6 1 કેવી રહેશે આપની 21/05/2020,વાંચો રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઈ) ધનપ્રાપ્તિના અવસર રચાયેલા જોવા મળે છે. સીઝનલ ધંધામાં આવક થાય પણ શરદીજન્ય રોગથી તમારે સાચવવું પડશે. મિત્રો તેમજ સગા-સંબંધીઓથી લાભ થઈ શકે છે. શુભકાર્યમાં થોડો ખર્ચ પણ થઈ શકે છે. કુલ મળી આજો દિવસ શાંતિપૂર્ણ પસાર થાય.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

વૃષભ (બ,વ,ઉ) – જેમનો સંપર્ક કરવો હોય તેમનો સંપર્ક થાય નહીં. કાર્યમાં નાની-મોટી અડચણ આવ્યા કરે તમારે ધીરજ રાખવાની જરૂર છે. હૃદયમાં સુખ-શાંતિનો ઉમેરો થાય તમારી સાથે કાર્ય કરતા વ્યક્તિઓ આજે તમારાથી દૂર થતા જણાય. પરિવારમાં આજે શાંતિ જણાય.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

મિથુન (ક,છ,ઘ) – ધન સંબંધી કાર્યોમાં થોડી મુશ્કેલી બતાવે છે. વેપારમાં થોડી વધુ ચિંતા સતાવશે. કંઈક નવું કરવાની ઇચ્છા પણ થાય. જો તમે કોઈ રોગથી પીડાતા હોવ તો વિશેષ સાવધાની રાખજો. પિતા સાથેના સંબંધોમાં થોડું અંતર આવી શકે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

કર્ક (ડ,હ) – મિત્રો દ્વારા લાભ મળે. સ્ત્રી પાત્રો આજે વિશેષ મદદે આવશે. તમારું મેનેજમેન્ટ આજે વધુ પાવરફુલ બનશે. તમારું કાર્ય કેવી રીતે સિદ્ધ કરવું તેની સૂઝ તમને પડી જશે. બપોર પછી આજે કાર્યસ્થળે તમને આરામ કરવાની ઇચ્છા થઈ જાય.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

સિંહ (મ,ટ) – રાજકીય ક્ષેત્રે સફળતા મળવાના યોગ રચાયા છે. સરકારી ક્ષેત્રે નોકરી મેળવવી હોય તો યોગ પ્રબળ બન્યા છે. ધન સંબંધી કાર્યો પાર પડશે. પિતા સાથેના સંબંધોમાં થોડો અંતરાય આવી શકે છે. પરદેશના કાર્યોમાં ભાગ્યનો સાથ મળતો જણાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

કન્યા (પ,ઠ,ણ) – કોઈ દૂરના પ્રદેશમાં પ્રેમ સંબંધો પાંગરી શકે છે. દાક્તરી વ્યવસાય સાથે જોડાયેલા હોય તો દવાખાનામાં જ પ્રેમસંબંધ વધુ પાંગરે તેવી શક્યતાઓ નકારી ન શકાય. જો કોઈ રોગથી પીડાતા હશો તો તમને રાહત મળતી જણાશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

તુલા (ર,ત) – પરણેલા હશો તો તમારા સાસરેથી મદદ મળતી જણાશે. આરોગ્યમાં સાવધાની રાખજો. કોઈ નાના-મોટા રોગ દેખા દે તે પહેલા જ સાવધાન થઈ જજો. વડીલ વ્યક્તિઓ તરફથી તમને હૂંફની લાગણી મળતી જણાશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

વૃશ્ચિક (ન,ય) – પોતાની ઉંમરથી મોટી વ્યક્તિ સાથે પ્રેમ થઈ શકે છે. જીવનસાથી દ્વારા ધનપ્રાપ્તિના અવસરો રચાય અને મનમાં આનંદ ઉમટી પડે. ફેશન ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા માટે લાભ. કલાક્ષેત્રે જોડાયેલા વ્યક્તિઓ માટે પણ સારી પરિસ્થિતિ રચાય.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

ધન (ભ,ધ,ફ,ઢ) – સંતાન સાથે ખોટી ચર્ચા ટાળજો. જે સ્ત્રી પાત્રોને પ્રસૂતિનો સમયગાળો ચાલતો હોય તેમણે વધારે સાવધાન રહેવાની જરૂર છે. જે વિદ્યાર્થીઓ ઊચ્ચ અભ્યાસ કરતા હશે તેમના માટે સારો દિવસ વિતવાની સંભાવના છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

મકર (ખ,જ) –  પ્રેમ સંબંધમાં થોડું અંતરાય આવે. ગાડી થોડી ચાલે અને વળી પછી અટકી પડે. સંતાનની થોડી ચિંતા સતાવે. તમારી દરેક ચિંતા કાબૂમાં જ રહેશે કોઈ અનિષ્ઠ ફળ મળવાની શક્યતા દેખાતી નથી.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

કુંભ (ગ,શ,સ,ષ) – પોતાના સસરા સાથે થોડો અણબનાવ થાય. જીવનસાથી સાથે સંયમપૂર્વક વર્તન કરવું. પુરૂષાર્થ વધુ કરવો પડે. તમે કાર્યમાં એટલા મશગૂલ થઈ જાવ કે તમારાથી ખોટો ક્રોધ પણ થઈ જાય માટે, સાવધાન રહેવું અને શાંતિ જાળવવી.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

મિન (દ,ચ,ઝ,થ) – આરોગ્ય જાળવવાનું રહેશે. આપની રાશિમાં આજે ધનવ્યય ન થાય તે ખાસ જોવું. મોડે સુધી સૂઈ રહેવાની ઇચ્છા થાય માટે આળસ પ્રવેશી જાય તેવું દેખાય છે. તમારે થોડા વધારે એક્ટીવ રહેવું અને ગણેશજીનું નામ-સ્મરણ કરતા રહેવું.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

નોંધ – (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય તેમજ ટેરોટકાર્ડ રીડર)

(મો) 9825522235

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.