Not Set/ કેવી રહેશે આપની 23/06/2020, વાંચો રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય (તા. 23 જૂન 2020, મંગળવાર) અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] ( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. ) * મેષ (અ,લ,ઈ) –  ધર્મકાર્યો થઈ શકે છે. તમારી રૂચિ ધર્મ પ્રત્યે વધે […]

Uncategorized

દૈનિક રાશિભવિષ્ય (તા. 23 જૂન 2020, મંગળવાર)

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. )

* મેષ (અ,લ,ઈ) ધર્મકાર્યો થઈ શકે છે. તમારી રૂચિ ધર્મ પ્રત્યે વધે અને વડીલોની સેવા કરવાની ઇચ્છા થાય. પ્રવાસના હળવા યોગ આજે નિર્માણ પામ્યા છે. બપોર પછી કાર્ય કરવાની આળસ આવે. બપોર સુધીમાં વાહનયોગ નિર્માણ પામ્યો છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – મન થોડું ઉદાસ રહે અને જુદી જુદી ચિંતામાં ખોવાયેલા રહો. મનમાં સતત ઈશ્વર આરાધના ચાલતી રહેશે. બપોર પછી ઈલેક્ટ્રોનિક ક્ષેત્રે જોડાયેલા જાતકો માટે શુભ સમય રચાય છે. તમારા કાર્યો દ્વારા તમને ધન પ્રાપ્તિના અવસરો રચાય.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) – જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે માટે, સાવધાન રહેવું. બપોર પછી તમારા કાર્યો થોડા ગૂંચવાઈ શકે છે. તમારી ભાષા આક્રમક બની જાય અને મતભેદ સર્જાઈ શકે છે. તમને પરદેશ જવાના વિચારો સતત આવ્યે રાખે અને એ દિશામાં તમે વધુ કાર્યરત થાવ તેવું દેખાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –  જો તમે સૂઝબૂઝથી કાર્ય કરશો તો શેરબજારમાં તમને થોડો લાભ થઈ શકે છે. શેરબજાર ઉપરાંત તમે આઈ.ટી. ક્ષેત્ર અથવા જમીન-મકાન ક્ષેત્રે કાર્ય કરતા હશો તો પણ તમારા માટે લાભકારી સ્થિતિ રચાય. બપોર પછી તમારા માટે વધુ સારા યોગ રચાય છે માટે કાલે સક્રીય રહેજો અને સાવધાન પણ રહેજો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) – બપોર પછી આપના કાર્યમાં વૃદ્ધિ થતી જણાય છે. નોકરીના અનુસંધાનમાં તમારી પ્રગતિ થઈ શકે છે. એક કરતા વધુ તકો તમને મળે તેવી શક્યતા પણ રચાય છે. ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યો સાથે જોડાયેલા વ્યક્તિઓના કાર્યમાં આજે તેજી આવે શકે છે. ઘરમાં કોઈ ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુની તૂટફૂટ ન થાય તેની સાવધાની રાખવી.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) – ઓફીસમાં કાર્ય કરવાની ઇચ્છા ન થાય. જુદા જુદા અનેક કાર્યોની વચ્ચે આજે તમે અટવાયા કરો તેવી પરિસ્થિતિ બને. પ્રવાસની શક્યતા રચાય છે અને કુંવારા જાતકો માટે લગ્ન સંબંધી કાર્યો આજે વેગ પકડે તેવું દર્શાવે છે. મિત્રો સાથે આજે ક્યાંક બહાર ફરવા જવાની ઇચ્છા પણ થાય.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) – જીવનસાથે સાથે આજે મતભેદ ટાળવા. વેપારમાં રહેલી નાની મોટી મુશ્કેલીને ખૂબ શાંતિથી અવેરવી. તમારે તમારા પિતાનું આરોગ્ય પણ જાળવવું પડશે. બપોર પછીનો સમય તમારા માટે લાભકારી નીવડી શકે છે. આજે ઓફીસની અંદર પણ ઘરનું કાર્ય કરવાનો વખત આવે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) – આજે બપોર પછી તમારા માટે સાનુકૂળ પરિસ્થિતિ બને છે. શેરસટ્ટામાં તમને આજે પૈસા રોકવાની ઇચ્છા થાય. તમારું કાર્ય આગળ ધપે અને તમને સફળતા મળવાના પણ યોગ રચાયા છે. નાનો-મોટો પ્રવાસ થાય તેવું પણ દર્શાવે છે. પાડોશી સાથે અને તમારી સાથે કાર્ય કરતા વ્યક્તિઓ સાથે તમારો સુમેળ વધે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) – ઘરની અંદર થઈ રહેલા નાના-મોટા ખટરાગથી તમારે સાચવવાનું રહેશે. તમારી ભાગીદારી પેઢીમાં જો કોઈ માથાકૂટ ચાલતી હોય તો આજે શાંતિ જાળવવાની રહેશે. આજે અચાનક ધન પ્રાપ્તિના અવસરો પણ રચાયેલા છે. જમીન-મકાન દ્વારા આજે લાભ થવાની શક્યતા પણ જણાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –  બપોર પછી તમારા દ્વારા શુભકાર્યો થઈ શકે છે. જીવનસાથી સાથે આજે સુમેળ રહે. જીવનસાથી સાથે આજે નિકટતા વધુ થાય તેવું પણ દર્શાવે છે. પ્રવાસ થકી આજે લાભ થાય તેવું પણ અહીં જણાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) – વેપારમાં જોઈએ તેવી ફાવટ આવે નહીં. તમને જો કોઈ આંખોની બિમારી સતાવતી હોય તો સાવધાની રાખજો. સાથે સાથે દાંતની બિમારીથી પણ સાચવવાનું છે. બપોર પછી તમારા માટે સાનુકૂળ પરિસ્થિતિ રચાય છે અને તમારી દૈનિક આવકમાં વૃદ્ધિ થવાના યોગ પણ જણાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) – આરોગ્યમાં તમારે સાવધાની રાખવી પડશે. તમારું ભાગ્ય બળવાન બન્યું છે એટલે કોઈ મોટી મુશ્કેલી અહીં દેખાતી નથી. જેમ જેમ દિવસ વીતતો જશે તેમ તેમ તમારા માટે સુગમ પરિસ્થિતિનું નિર્માણ થતું જાય તેવું દર્શાવે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય –  ખિસ્સામાં ચાંદીનો સિક્કો રાખીને સૂર્યના દર્શન કરવા.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.