Not Set/ કેવી રહેશે આપની 29/06/2020, વાંચો રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય (તા. 29 જૂન 2020, સોમવાર) અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com ( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. ) * મેષ (અ,લ,ઈ) –   નવી તક મળે પણ થોડી સાવધાની રાખજો. તમારે થોડું […]

Uncategorized
23f1cd25dc2c372652a8be03aa2fe6f0 15 કેવી રહેશે આપની 29/06/2020, વાંચો રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય (તા. 29 જૂન 2020, સોમવાર)

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

( ખાસ નોંધ દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. )

* મેષ (અ,,ઈ) –   નવી તક મળે પણ થોડી સાવધાની રાખજો. તમારે થોડું વિચારીને આગળ વધવું પડશે. સંધ્યા સમય પછી આ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. ખૂબ ઉત્સાહમાં તરત હા-ના ન કહી દેતા. થોડું વિચારીને જવાબ આપવાની વૃત્તિ રાખજો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,,ઉ) –  કુંવારા મિત્રોના પ્રેમ સંબંધો મજબૂત થઈ શકે છે. પ્રેમમાં આજે અચાનક આવેશ આવી જાય પણ તમારે સંયમ રાખવો પડશે. નવો પ્રેમ સંબંધ પણ બંધાઈ શકે છે અથવા લગ્નનો પ્રસ્તાવ પણ આવી શકે છે. નોકરીમાં નવી આવકો ઊભી થઈ શકે છે પણ આરોગ્યની સાવધાની રાખવી પડશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,,ઘ) આજે પરિસ્થિતિ બદલાઈ શકે છે. ક્યાંક ધરમૂળથી પરિવર્તન આવવાની પણ શક્યતા રચાય છે. આજે શત્રુપીડાથી તમારે સાચવવાનું રહેશે. જો તમે તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખી શકશો તો આજે સાનુકૂળતા રહી શકે છે. આવેશમાં આવીને કરેલા કાર્યો હંમેશા પીડાદાયક બનતા હોય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) વેપાર ક્ષેત્રે આજે કોઈ નવી તક તમને મળી શકે છે. આજે તમને કોઈ નવી તક પ્રાપ્ત થઈ શકે છે. આજે કોઈ નવા સમાચાર તમારા ઉત્સાહમાં વધારો કરી શકે છે. બપોર પછીનો સમય તમને ધન આપનારો પણ બની રહે તેવા સંજોગો રચાયા છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –  ધનપ્રાપ્તિની નવી તકો રચાય છે. તમને સંબંધો દ્વારા લાભ મળતો જણાય છે. કોઈ વડીલ સ્ત્રી જાતક અથવા ઊચ્ચ પદે બેઠેલા વ્યક્તિથી તમને લાભ થતો જણાય છે. બપોર પછીનો સમય અચાનક લાભનો કહી શકાય અને સાથે સાથે પ્રવાસની શક્યતાઓ પણ રચાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,,ણ) –  આજે મિત્રો સાથે પ્રવાસની શક્યતા છે મિલન અને મુલાકાતનો આજનો દિવસ છે. ક્યાંક ઉજવણી કે પાર્ટી જેવો માહોલ રચાય. આજે તમને સંબંધોમાં આનંદ આવતો દેખાય છે. અધૂરા કાર્યો પૂરા થવાની શક્યતા નકારી નથી શકાતી.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) આજે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થતી નથી દેખાતી. તમને એમ થશે કે મારું થોડુંક રહી ગયું છે મારે હજુ કંઈક મેળવવાનું બાકી છે. અવાર નવાર જે રહી ગયું છે તે તરફ તમારી નજર ગયા કરશે. જે હાથમાં છે તેને સાચવવાનો પ્રયત્ન કરજો. બપોર પછી જીવનસાથી દ્વારા સહકારની શક્યતા વધી જાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) આનંદ ઉત્સવમાં દિવસ વિતશે. લાભ અને ઉત્સવ બેઉ સાથે સાથે ગોઠવાયા છે. તમે તમારા કાર્યમાં આગળ વધો આજનો દિવસ થોડો વિશેષ પ્રિય થઈ રહેશે. સંતાન દ્વારા લાભ થાય અને આપના વિચારો યોગ્ય દિશાએ જતા તમને જણાશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,,,ઢ) –  કોઈક વડીલ દ્વારા તમને મદદ મળી શકે છે. ધનપ્રાપ્તિના અવસરો પણ વડીલો દ્વારા જ મળતા જણાય છે. આપના અધિકારી તરફથી પણ તમને લાભ મળતો જણાય છે. ટૂંકમાં આજનો દિવસ કોઈ અચાનક લાભનો દેખાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) ભલે થોડી મુશ્કેલીઓ હોય, કંઈક ગમતું ન થાય પણ તમારું કાર્ય આજે આગળ ધપતું જણાય છે. જીવનસાથી દ્વારા આજે તમને શુભ સમાચાર મળતા જણાય છે. બપોર પછી તમારા ગુહ્ય સ્થાનોમાં થોડી બળતરાનો અહેસાસ થાય માટે સાવધાન રહેજો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,,,ષ) –  આજે જમીન-મકાન અંગેના કાર્યોમાં થોડા વધારે પ્રવૃત્ત થવાય. વડીલોના કાર્યોમાં પણ આજે તમારી પ્રવૃત્તિ વધી શકે છે. વ્યસ્તતા રહે અને થોડો ગુસ્સો આવી જાય પણ તમારે સાવધાની રાખવી અને સંયમ રાખવો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,,,થ) તમે ચર્ચા દરમિયાન થોડા ઉદાર રહેજો. પોતાનો મુદ્દો થોડો છોડવો પડે તો છોડવાનો અભિગમ રાખવો અને સમાધાનકારી વલણ અપનાવશો તો તમને લાભ થશે. તમારું મન વધારે ખિન્ન ન થાય તે માટે આજે ઉદાર બનજો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય તમારા સંબંધોમાં સ્વાર્થનું તત્ત્વ ન ઉમેરાય તેનું ધ્યાન રાખજો. જો સ્વાર્થ ઉમેરશો તો મુશ્કેલી સર્જાવાની શક્યતાઓ વધી જશે. શિવજીની ઉપાસના કરી આજે ઘરની બહાર પગ મૂકવો સલાહભર્યું છે.

નોંધ જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.