દૈનિક રાશિભવિષ્ય (તા. 30 જૂન 2020, મંગળવાર)
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) [email protected]
( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. )
* મેષ (અ,લ,ઈ) – આજે મારો જ કક્કો ખરો એવું વલણ છોડી દેજો. જીવનસાથી સાથે આજે મુસાફરી દરમિયાન શાંતી જાળવવી શક્ય છે, કે આજે કંઈક મતભેદ સર્જાઈ જાય. ઘર સંબંધી કાર્યો આજે વિશેષ રહેશે. ગમે તે પરિસ્થિતિમાં પણ જીવનસાથી સાથે છેવટે નજદીકી થઈ જશે. બપોર પછીનો સમય લાભકારી દેખાય છે.

* વૃષભ (બ,વ,ઉ) – વેપાર-રોજગારમાં આજે પરિસ્થિતિ સાનુકૂળ દેખાય છે. આજે થોડું સમાધાનકારી વલણ રાખશો તો પરિસ્થિતિ કાબૂમાં રહેશે. ધનપ્રાપ્તિના અવસરો આજે તમારા માટે રચાયેલા છે. બપોર પછીનો સમય તમારા માટે પણ લાભકારી રહે. ભાગીદારી પેઢીમાં આજે વિશેષ સાનુકૂળતા દેખાય છે.

* મિથુન (ક,છ,ઘ) – આજે જૂના પ્રશ્નો માથું ઊંચકતા દેખાય છે. ધન સંબંધી બાબતો આજે તમને પરેશાન કરી શકે છે માટે સાવધાન રહેજો. વડીલો અથવા મિત્રો સાથે હમણાં સંબંધો બરાબર નહીં રહે માટે તમારે પ્રમાણિક રહેવું પડશે. બપોર પછીનો સમય તમારા માટે વિશેષ મનોમંથનનો રહેશે.

* કર્ક (ડ,હ) – પરદેશથી ધનલાભ દેખાય છે. મિત્રો સાથે પણ સુખરૂપ દિવસ વીતતો જણાય છે. જે જાતકો ઈલેક્ટ્રોનિક ક્ષેત્રે જોડાયેલા છે તેમના માટે સાનુકૂળ દિવસ છે. પણ, ભાષામાં તમારે વિશેષ સાવધાની રાખવી પડશે. આજે સ્હેજ બરછટ ભાષા મોંઢામાંથી નીકળી જાય તેવા યોગ રચાયા છે માટે સાવધાન.

* સિંહ (મ,ટ) – આજે મનામણા-રિસામણામાં દિવસ જશે. વેપાર-રોજગારમાં તમને જે કાર્ય આપવામાં આવે તે પ્રતિ તમારો થોડો અણગમો જણાય છે. પૈસાની બાબતમાં તમારે થોડી બાંધછોડ કરવી પડે. એક વાક્ય અહીં વાપરું છું તમે તેની ઉપર વિચાર કરજો કે, લક્ષ્મી જ્યારે ચાંદલો કરવા આવે ત્યારે મોંઢું ધોવા ન જવાય.

* કન્યા (પ,ઠ,ણ) – આજે સંતાનની અપેક્ષા રાખવાવાળા યુગલો માટે શુભ સમચાર મળી શકે છે. તમારા ઘરે પારણું બંધાય તેવી શક્યતા વધી ગઈ છે. અન્ય જાતકો માટે આજે ધનલાભની શક્યતા છે. આજે તમારા સંબંધો તમને લાભ આપી જાય અને તમને લાભ મળી જાય તેવી શક્યતા છે.

* તુલા (ર,ત) – મિલન-મુલાકાતનો દિવસ છે. જો તમે કોઈના પ્રેમમાં હશો તો આજનો દિવસ વધારે સુખમાં જશે. વેપારી મિત્રોને આજે ધનલાભની શક્યતા રચાયેલી છે. બપોર પછી નોકરીયાત મિત્રો માટે પણ શુભ સમાચાર મળવાપાત્ર છે. કુલ મળી આજનો દિવસ પ્રગતિમય નિવડી શકે છે.

* વૃશ્ચિક (ન,ય) – તમેં નહીં વિચાર્યું હોય તેવું જ કંઈક બની જાય… આ ઘટના શુભ હોય માટે તમારે બહુ ચિંતા કરવાની જરૂર નથી. જો તમારે પરદેશ જવું હોય તો આજે તેમાં પ્રગતિ મળતી જણાય છે. બપોર પછીનો સમય શુભકાર્ય કરવા માટે તમને પ્રેરતો જણાય છે.

* ધન (ભ,ધ,ફ,ઢ) – જમીન-મકાન અથવા ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે કંઈક નવા જ સમાચાર મળી શકે. તમારા અટકેલા કાર્યોમાં આજે કંઈક વિશેષ લાભ મળતો જણાય છે. અટવાયેલી ગૂંચ ઉકલતી જણાય છે. આજનો દિવસ તમારા માટે લાભપ્રદ સમાચાર આપતો જણાય છે.

* મકર (ખ,જ) – આજે મિત્રો અને વડીલો તમારી સહાય કરી શકે છે. ઊચ્ચ પદ ઉપર બેઠેલા કોઈ વડીલ વ્યક્તિ તમને લાભ આપતા જણાય છે. જીવનસાથીને આજે લાભપૂર્ણ દિવસ વીતી શકે છે. બપોર પછીનો સમય વધારે સુખમય વિતતો જણાય છે. આપ ખૂબ શાંત અને સ્થિર પરિસ્થિતિમાં આવી જશો.

* કુંભ (ગ,શ,સ,ષ) – આજે ધન સંપત્તિ પ્રાપ્ત થવાનો યોગ દેખાય છે. નોકરી માટે આજે ધર્મ પ્રવાસે જવાનું શક્ય બનતું જણાય છે. જો તમે કુંવારા હશો તો આજે લગ્ન માટેનો પ્રસ્તાવ પણ આવી શકે છે.

* મિન (દ,ચ,ઝ,થ) – આજે કામનો બોજો વધી જાય અથવા વણઉકલ્યા પ્રશ્નો તરફ આજે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાનું થાય તેવું પણ દેખાય છે. બપોર પછીનો સમય તમારા માટે લાભપૂર્ણ દેખાય છે. તમારા કાર્યો આજે બપોર પછી વેગ પકડે.

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે બીજાનો મદદ કરજો અને ગમે તેવી પરિસ્થિતિમાં પણ કાર્ય પૂર્ણ કરવાનો અભિગમ રાખજો. આજે વિઘ્નો વચ્ચે પણ કાર્ય આગળ વધશે.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
