Not Set/ કેવી રહેશે આપની 8/06/2020, વાંચો રાશિ ભવિષ્ય

 દૈનિક રાશિભવિષ્ય (તા. 8 જૂન 2020, સોમવાર) અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય તેમજ ટેરોટકાર્ડ રીડર)  (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com ( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. ) * મેષ (અ,લ,ઈ) –  નાનો પ્રવાસ દર્શાવે છે. કાર્ય કરવાનો તમારો જોશ વધી જાય અને કાર્યમાં સફળતા […]

Uncategorized
841bedbd99fea7d7ac2886f6cdad1637 2 કેવી રહેશે આપની 8/06/2020, વાંચો રાશિ ભવિષ્ય

 દૈનિક રાશિભવિષ્ય (તા. 8 જૂન 2020, સોમવાર)

  • અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય તેમજ ટેરોટકાર્ડ રીડર)  (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. )

* મેષ (અ,લ,ઈ) નાનો પ્રવાસ દર્શાવે છે. કાર્ય કરવાનો તમારો જોશ વધી જાય અને કાર્યમાં સફળતા પણ વધુ દર્શાવે છે. ઈલેક્ટ્રોનિક માધ્યમથી ધર્મપ્રવૃત્તિનો અવકાશ વધુ છે. થોડું માથુ દુઃખવાનો વ્યાધિ સતાવી શકે છે માટે શક્ય હોય તો, ગરમીમાં બહાર નીકળવાનું ટાળજો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – મન થોડું વધુ દુઃખી થતું હોવાનું જણાય છે. તમારે સ્નાયુની બિમારીથી સાચવવાનું રહેશે. સીઝનલ વેપારમાં તમને લાભ મળી જાય પણ આરોગ્યની બાબતમાં તમારે આજે સાવધાની રાખવાનું સૂચન કરવાની ઇચ્છા થાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) – ધન સંપત્તિનો ખર્ચ થઈ શકે છે. જીવનસાથી માટે અચાનક કોઈ ખર્ચ થઈ જાય તેવું પણ બને. વેપારમાં વિશેષ આયોજનની ચર્ચા થવાનું સંભવ છે. આપનું મન કોઈ ઊંડા વિચારમાં ગરકાવ થઈ જાય તેવું બને. બરડાના ભાગે કોઈ દુઃખાવ તકલીફ ન થાય તે બાબતે સાવધાન રહેજો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –  મિત્રોથી લાભ મળવાની પૂર્ણ શક્યતા છે. તમારા સંબંધો થોડા વધુ મજબૂત થઈ શકે છે. તમારું આયોજન વધુ સૂક્ષ્મ હોય જેથી તમારી સફળતા મેળવવાની શક્યતા ઘણી વધી જાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) – સંતાન સંબંધી ચિંતા સતાવે. વિદ્યાર્થીમિત્રોએ આજે અભ્યાસની અંદર ખૂબ ધ્યાન રાખવું. મોટા ભાઈ-બહેન સાથે તમારે મતભેદ ન થાય તેની સાવધાની રાખજો. વેપારી અને નોકરિયાત મિત્રોએ આજે કોઈના જામીનખત ઉપર સહી કરતી વખતે વિશેષ સાવધાની રાખવાની રહેશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) – વેપારમાં તમારે વિશેષ સાવધાની રાખવાની રહેશે. જો કોઈ નવો માલ નોંધાવવાનો હોય તો આજે સ્હેજ વિચાર કરીને આગળ વધજો. ઘરમાં કોઈપણ પ્રકારનો વિખવાદ ન થાય તે બાબતે આજે તમે સ્હેજ વધુ દરકાર રાખજો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) – ગળામાં દુઃખાવો ન થાય તે બાબતે તમારે સાવધાન રહેવું પડશે. કોઈ અટક્યા કાર્ય બાબતે આજે તમને થોડી વધારે ચિંતા સતાવે તેવું દર્શાવે છે. જીવનસાથી સાથે આજે મતભેદ થવાની શક્યતા છે માટે, શાંતિ જાળવવી.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) – આજે કોઈ ધર્મસ્થાન અથવા કોઈ હોસ્પિટલની મુલાકાત લેવાની શક્યતા જણાય છે. એક વાત યાદ રાખવી કે હોસ્પિટલની મુલાકાત લેવાની થાય એટલે આપણે બિમાર જ પડ્યા એવું દરેક વખતે ન સમજવું. શક્ય છે કે કોઈ અન્ય કાર્ય માટે પણ જવું પડે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) – ભાગીદારી પેઢીના વેપારમાં નાના-મોટા મતભેદ થવાની શક્યતા છે માટે સાચવવું. કોઈ હિસાબ-કિતાબને લઈને મનમાં ગેરસમજ હોય તો તે શાંતિથી દૂર કરવી. માતાનું આરોગ્ય જાળવવું અને સાસરીપક્ષ તરફથી કે અન્ય કોઈ વારસાઈ બાબતો ચર્ચામાં આવે તેવી શક્યતા પણ દર્શાવે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –  જીવનસાથી દ્વારા ધન સંબંધી કાર્યો થવાની શક્યતા પણ જણાય છે. નાના-મોટા પ્રવાસની શક્યતા હજુ પણ દેખાય છે. સેવાકાર્યોમાં આપનો સહયોગ હોય તેવા પણ ગ્રહસંકેત મળે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) – નોકરીમાં તમારે સાવધાની રાખવી પડશે. સાથે સાથે સંતાન સાથે કોઈપણ પ્રકારની સમસ્યા ન સર્જાય તેની પણ તમે સાવધાની રાખજો. આજે થોડો વ્યસ્ત દિવસ રહેશે પણ કાર્યની વચ્ચે મગજ શાંત રાખશો તો તમને વધારે આનંદ મળશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) – નોકરીમાં કોઈ પ્રમોશનની શક્યતા છે. તમારા કાર્યને જશ મળતો જણાય છે. કોઈ સરકારી કાર્ય અટક્યું હશે તો આજે પ્રમાણમાં વિશેષ સરળતા રહેશે. બપોર પછીનો સમય તમારા માટે વધારે શુભ રહેશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય –  ગણેશજીની ઉપાસના કરવી અને સવારે સંકટનાશન ગણેશસ્તોત્ર બોલીને દિવસની શરૂઆત કરવી.

* નોંધ – (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.