Not Set/ કોરોનાથી સંક્રમિત હિમાંશી ખુરાનાને હોસ્પિટલમાં કરાઈ દાખલ, ક્વોરન્ટીન દરમિયાન આવ્યો 105 ડિગ્રી તાવ

બિગ બોસ 13 ની ફેમ હિમાંશી ખુરાના ગત સપ્તાહે ખેડૂત બિલનો વિરોધ કરતા ખેડૂત આંદોલનમાં જોડાઈ હતી. જેના બીજા જ દિવસે સોશિયલ મીડિયા પર માહિતી આપી કે તેણીને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે અને સંપર્કમાં આવેલા તમામ લોકોને તેમનો કોરોના ટેસ્ટ કરાવવા સલાહ આપી હતી. તે સમયે, તેણે કહ્યું હતું કે તે ડોકટરોની સલાહ લઈને […]

Uncategorized
2b50c18be34fcb87d0e60e4c1b7bb6fc કોરોનાથી સંક્રમિત હિમાંશી ખુરાનાને હોસ્પિટલમાં કરાઈ દાખલ, ક્વોરન્ટીન દરમિયાન આવ્યો 105 ડિગ્રી તાવ

બિગ બોસ 13 ની ફેમ હિમાંશી ખુરાના ગત સપ્તાહે ખેડૂત બિલનો વિરોધ કરતા ખેડૂત આંદોલનમાં જોડાઈ હતી. જેના બીજા જ દિવસે સોશિયલ મીડિયા પર માહિતી આપી કે તેણીને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે અને સંપર્કમાં આવેલા તમામ લોકોને તેમનો કોરોના ટેસ્ટ કરાવવા સલાહ આપી હતી. તે સમયે, તેણે કહ્યું હતું કે તે ડોકટરોની સલાહ લઈને હોમ ક્વોરન્ટીન રહી છે. પરંતુ હવે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેને વધારે તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી.

It's a yes! 'Bigg Boss 13' fame Himanshi Khurana's cryptic post flaunting a  huge diamond ring drives netizens crazy | People News | Zee News

પંજાબી મોડેલ અને અભિનેત્રી હિમાંશી ખુરાના ડોકટરોની સલાહ પર સોમવારે હોમ ક્વોરન્ટીનમાં હતી,પરંતુ હવે તેને લુધિયાણાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. હિમાંશીને 105 ડિગ્રી તાવ હતો અને તેના શરીરમાં ઓક્સિજનની કમી હતી. આ પછી, તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. તેને એમ્બ્યુલન્સ દ્વારા ચંદીગઢથી લુધિયાણા લાવવામાં આવી હતી. હવે ડોક્ટર્સની એક ટીમ તેની પર નજર રાખી રહી છે.

ખેડૂત આંદોલનમાં લીધો હતો ભાગ

હિમાંશી ખુરાનાએ સસોશિયલ મીડિયા દ્વારા કોરોનાથી થતા ચેપ અંગે માહિતી આપી હતી. તેણે ટ્વિટર પર લખ્યું, “હું તમને બધાને કહેવા માંગુ છું કે યોગ્ય સાવચેતી હોવા છતાં મને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. તમે બધાને ખબર હશે કે એક દિવસ પહેલા હું એક આંદોલનમાં જોડાઈ હતી અને ત્યાં ખૂબ ગીચ હતું, તેથી મેં વિચાર્યું કે આજે સાંજે શૂટિંગ કરતાં પહેલાં મારો કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ. “

હિમાંશીએ આગળના ટ્વિટમાં લખ્યું કે, “હું તમને જણાવી દવ કે મારા સંપર્કમાં આવેલા બધા લોકોએ તેમની કોરોના પરીક્ષણ કરાવવું જોઈએ અને કૃપા કરીને વિરોધ પ્રદર્શનમાં સાવચેત રહેવું જોઈએ. હું વિરોધીઓને પ્રાર્થના કરું છું કે આપણે મહામારી વચ્ચે છીએ. તેથી તમારી સંભાળ રાખો. “

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.