Not Set/ કોરોનાના કહેર વચ્ચે આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝર બનશે વધુ મોંઘા….

દેશ અને દુનિયામાં કોરોના વકરી રહ્યો છે. ત્યારે તેની સામે લડવા માટે બે સૌથી અગત્યના હથિયાર એવા માસ્ક અને હેન્ડ સેનેટાઇઝર સાબિત થયા છે. ત્યારે હવે સરકાર દ્વારા કોરોના વાયરસના રોગચાળા દરમિયાન આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝરને આવશ્યક ચીજવસ્તુઓની યાદીમાં મુકી છે. તો બીજી તરફ જે વસ્તુઓ પર 18 ટકા GST લાગુ પડે છે તે વસ્તુઓમાં […]

Business
b515f88da74dc72f4bf5c9ce98fe4789 કોરોનાના કહેર વચ્ચે આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝર બનશે વધુ મોંઘા....
દેશ અને દુનિયામાં કોરોના વકરી રહ્યો છે. ત્યારે તેની સામે લડવા માટે બે સૌથી અગત્યના હથિયાર એવા માસ્ક અને હેન્ડ સેનેટાઇઝર સાબિત થયા છે. ત્યારે હવે સરકાર દ્વારા કોરોના વાયરસના રોગચાળા દરમિયાન આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝરને આવશ્યક ચીજવસ્તુઓની યાદીમાં મુકી છે.

તો બીજી તરફ જે વસ્તુઓ પર 18 ટકા GST લાગુ પડે છે તે વસ્તુઓમાં આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝરનો સમાવેશ કરાયો છે. આવી કટોકટીભરી સ્થિતિમાં હવે લોકોને આ મહત્વની વસ્તુ પર પણ વધુ ટેક્સ ભરવો પડશે. જીએસટી અંગે ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગ (AAR) ની ગોવા બેંચે આ આદેશ આપ્યો છે. કંપનીએ કહ્યું, સેનેટાઈઝર આવશ્યક વસ્તુ છે, તો તેના પર GST છૂટ મળશે ?

સ્પ્રિંગફિલ્ડ ઇન્ડિયા ડિસ્ટિલરીઝે એએઆરની ગોવા બેંચને અપીલ કરી હતી, જેમાં કંપની દ્વારા પૂરા પાડવામાં આવતા સેનિટાઇઝરને વર્ગીકૃત કરવાનું કહેવાયું હતું. કંપનીએ દલીલ કરી હતી કે, આ ઉત્પાદન પર 12 ટકા GST લાગુ પડે છે.  ઉપરાંત કંપનીએ એમ પણ પૂછ્યું હતું કે, જો સેનિટાઇઝર આવશ્યક ચીજવસ્તુ છે તો તેના પર જીએસટીમાં છૂટ મળશે.

આ કારણે લગાવાયો 18 ટકા ટેક્સ AARએ જણાવ્યું કે, અરજદાર દ્વારા બનાવવામાં આવેલ હેન્ડ સેનેટાઈઝર આલ્કોહોલ આધારિત છે, તેના પર 18 ટકા GST લાગશે. ઓથોરિટીએ જણાવ્યું કે, ગ્રાહક બાબતોના મંત્રાલયે હેન્ડ સેનિટાઇઝરને આવશ્યક ચીજવસ્તુ તરીકે વર્ગીકૃત કર્યું છે, પરંતુ GST એક્ટમાં જે વસ્તુઓ પણ છુટછાટ મળી હોય છે, તેની જુદી યાદી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.