Not Set/ કોરોનાના ખતરા વચ્ચે માસ્ક વિના સાઈકલિંગ કરતો જોવા મળ્યો  સૂરજ પંચોલી

કોરોના વાયરસ દેશભરમાં ફેલાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં સરકાર વારંવાર લોકોને સામાજિક અંતરને અનુસરવા કહે છે. છેલ્લા બે મહિનાથી દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું પરંતુ હવે તે અનલોક થઈ ગયું છે. આવી સ્થિતિમાં, દરેક લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. બોલિવૂડ એક્ટર સૂરજ પંચોલીની કેટલીક તસવીરો સામે આવી છે. આ તસ્વીરો આશ્ચર્યજનક છે. અભિનેતા કોરોના […]

Uncategorized
2340e4ece8aaa690bc08f798d1c3b91b કોરોનાના ખતરા વચ્ચે માસ્ક વિના સાઈકલિંગ કરતો જોવા મળ્યો  સૂરજ પંચોલી

કોરોના વાયરસ દેશભરમાં ફેલાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં સરકાર વારંવાર લોકોને સામાજિક અંતરને અનુસરવા કહે છે. છેલ્લા બે મહિનાથી દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું પરંતુ હવે તે અનલોક થઈ ગયું છે. આવી સ્થિતિમાં, દરેક લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. બોલિવૂડ એક્ટર સૂરજ પંચોલીની કેટલીક તસવીરો સામે આવી છે. આ તસ્વીરો આશ્ચર્યજનક છે. અભિનેતા કોરોના વચ્ચે ઘરની બહાર નીકળીઓ એ પણ માસ્ક લગાવ્યા વિના અને સાથે સાથે સામાજિક અંતરનું પણ પાલન કર્યું નહતું.

આ તસ્વીરોમાં તમે સૂરજ પંચોલીને રસ્તા પર સાયકલ ચલાવતા જોઈ શકો છો, પરંતુ અભિનેતા તેની ખુશીમાં એટલા મંત્રમુગ્ધ હતો કે તે ભૂલી ગયો કે કોરોના કાળનો સમય છે. સૂરજે  તેના મોં પર માસ્ક લગાવ્યું ન હતું, આશ્ચર્યની વાત એ છે કે જે વ્યક્તિ સૂરજની પાછળ સાઈકલ ચલાવી રહ્યો છે તેના ચહેરા પર માસ્ક લગાવેલું હતું.

આવી સ્થિતિમાં સૂરજ પંચોલીનો માસ્ક ન પહેરવાથી અનેક સવાલો ઉભા થાય છે. જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા સૈફ અલી ખાન પણ માસ્ક વિના જોવા મળ્યો હતો. અભિનેતાને સોશિયલ મીડિયા પર પણ ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં, હવે જ્યારે સૂરજના આ ફોટા વાયરલ થયા છે, ત્યારે તેઓને પણ નિશાન બનાવામાં આવી શકે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.