Not Set/ કોરોનાની રસી વિકસાવવામાં ભારતની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ : બિલ ગેટ્સ

  કોરોના સામેની લડતમાં, વિશ્વનાં મોટા દેશો એક થઈને લડી રહ્યા છે અને આ સંક્રમણની રસી વિકસાવવામાં વ્યસ્ત છે. કોરોનાની રસી વિકસાવવામાં ભારતની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે, આ વાત પોતે માઇક્રોસોફ્ટનાં સ્થાપક બિલ ગેટ્સ દ્વારા પણ માનવામાં આવી છે. બિલ ગેટ્સ કહે છે કે વિશ્વ આ સમયે ભારત તરફ ધ્યાન આપી રહ્યું છે કારણ […]

World
287196f3e035547ad32a9de00d3b1267 કોરોનાની રસી વિકસાવવામાં ભારતની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ : બિલ ગેટ્સ
 

કોરોના સામેની લડતમાં, વિશ્વનાં મોટા દેશો એક થઈને લડી રહ્યા છે અને આ સંક્રમણની રસી વિકસાવવામાં વ્યસ્ત છે. કોરોનાની રસી વિકસાવવામાં ભારતની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે, આ વાત પોતે માઇક્રોસોફ્ટનાં સ્થાપક બિલ ગેટ્સ દ્વારા પણ માનવામાં આવી છે.

બિલ ગેટ્સ કહે છે કે વિશ્વ આ સમયે ભારત તરફ ધ્યાન આપી રહ્યું છે કારણ કે વૈશ્વિક સ્તરે રસીનાં ઉત્પાદનમાં ભારત સૌથી મોટું રસી ઉત્પાદક દેશ છે. પીટીઆઈ સાથે વાતચીત દરમિયાન બિલ ગેટ્સે કહ્યું હતું કે, ભારત એક વિશાળ રસી ઉત્પાદક દેશ છે, અમારે કોરોના રસી બનાવવામાં ભારતની મદદની જરૂર પડશે. દુનિયા ભારત તરફ નજર કરી રહી છે કારણ કે ભારત પાસે આ ક્ષમતા છે.

ગેટ્સે જણાવ્યું હતું કે, આવતા વર્ષનાં પ્રારંભમાં, અનેક કોરોના રસીઓ અંતિમ તબક્કે પહોંચશે. મોટા પ્રમાણમાં, શક્ય છે કે આવતા વર્ષે ભારતમાં કોરોના રસી મોટા પાયે બનાવવામાં આવશે. આપને જણાવી દઈએ કે, ભારતમાં ત્રણ કોરોના રસી તેના ક્લિનિકલ ટ્રાયલ્સનાં તબક્કામાં છે, જેમાં ઓક્સફોર્ડ રસી પણ છે જે એસ્ટ્રાઝેનેકા તૈયાર કરી રહી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પણ ભારતમાં કોરોના રસીનું ટ્રાયલ કરી રહી છે, તે દેશનાં જુદા-જુદા શહેરોમાં ટ્રાયલ કરી રહી છે અને આગામી સમયમાં મોટા પાયે કોરોના રસી ઉત્પન્ન કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.