Not Set/ #કોરોનાનોકહેર/ લોકડાઉનમાં ફસાયેલ સુરતના પરપ્રાંતીય યુવકની વ્હારે આવ્યા મનપા કોર્પોરેટર,  જીવ બચાવી આપ્યું ….

કોરોના વાઇરસે ગુજરાતમાં કાળો કહેર મચાવ્યો છે. રાજ્યમાં કોરોના નો આંક ૧૧૦૦૦ને પાર પહોચી ચુક્યો છે. દેશ્ભરમાં લોક ડાઉન 4 પણ લાગુ પડી ચુક્યું છે. ત્યારે પોતાના વતનથી ઘરબાર છોડીને પરદેશમાં પેટીયું રળવા માટે આવેલા પરપ્રાંતીય શ્રમિકોની હાલત  બદ થી બદતર બની રહી છે. લોક ડાઉન અને તેના કારને ઉદ્ભવેલી મુશ્કેલીથી હતાશ થઈને જીવન ટૂંકાવવાના […]

Gujarat Surat

કોરોના વાઇરસે ગુજરાતમાં કાળો કહેર મચાવ્યો છે. રાજ્યમાં કોરોના નો આંક ૧૧૦૦૦ને પાર પહોચી ચુક્યો છે. દેશ્ભરમાં લોક ડાઉન 4 પણ લાગુ પડી ચુક્યું છે. ત્યારે પોતાના વતનથી ઘરબાર છોડીને પરદેશમાં પેટીયું રળવા માટે આવેલા પરપ્રાંતીય શ્રમિકોની હાલત  બદ થી બદતર બની રહી છે. લોક ડાઉન અને તેના કારને ઉદ્ભવેલી મુશ્કેલીથી હતાશ થઈને જીવન ટૂંકાવવાના ઈરાદા સાથે  નીકળેલા એક યુવક સુરત મનપા કોર્પોરેટરની નજરે ચઢી આવ્યો હતો અને તેને જીવન બચાવી  નવી જિંદગી આપી છે. સુરત મનપા કોર્પોરેટર અમિત રાજપૂતે.

પ્રાપ્ત વિગતો અનુસાર અઢી મહિનાથી વતન પરત જવા ઈચ્છતો આ યુવક અથાક પ્રયત્નો બાદ પણ વતન નાં જઈ શકતા જિંદગી થી હતાશ થઈને પોતાના જીવનનો અંત આણવા જઈ રહ્યો હતો. અને મક્કમ ઈરાદા સાથે પુલ પરથી આત્મહત્યા કરતા  આ યુવક પર નગરસેવક અમિત રાજપુતની નજર પડી હતી. અને તેમને તેનો જીવ બચાવ્યો હતો.  નગર સેવક અમિત રાજપુતે આ  યુવકને પોતાના પરિવાર સુધી પહોંચાડવા વ્યવસ્થા કરી આપી હતી. યુવકને રાજધાનીની ટ્રેનની ટીકીટ કરાવી આપી મદદ કરીને ઘરે મોકલી આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મૂળ બિહારનો યુવક અવધેશ મોદી કડીયા કામ કરવા માટે સુરત આવ્યો હતો. યુવક સુરતમાં ગત 16 માર્ચે કામ અર્થે આવ્યો હતો. અને સુરત આવ્યાના થોડા જ દિવસમાં લોકડાઉન અમલમાં આવતા  સુરતમાં ફસાયો હતો. આ યુવકનો પરિવાર હરિયાણાના પાનીપતમાં રહે છે. આ યુવકને સુરત થી દિલ્હીની ટ્રેનની ટીકીટ કરાવી આપી છે. યુવકને ટ્રેનની ટીકીટ મળતા પરિવાર સાથે મળવાની આશ અને ખુશી જાગી છે.

ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યુઝ, સુરત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવીમોબાઇલ એપ્લિકેશન.