Not Set/ #કોરોનાનોકહેર/ હવે અમદાવાદથી ગાંધીનગર પહોંચવું બન્યું મુશ્કેલ, જાણો કલેક્ટરે શું જાહેરનામું બહાર પાડ્યું

ગાંધીનગર શહેર અને જીલ્લામા વધતા કોરોનાનાં પોઝીટીવ કેસોને લઈ જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવતા હવે ગાંઘીનગર પહોંચવુ પહેલા જેટલુ સરળ રહ્યું નથી. જી હા હવે અમદાવાદથી ગાંધીનગર પહોંચવુ મુશ્કેલ બની ગયું છે. ગાંધીનગર જીલ્લાનાં અલગ અલગ તાલુકા જેવા કે, અડાલજ, સુઘડ, સરગાસન,ઉવારસદ, તારાપુર, હડમાતીયા સહિતના 15 ગામો અને તેની હદમા કોરન્ટાઈન ઝોન કે કંટેઈનમેંટ વિસ્તાર જાહેર […]

Uncategorized
648d1462ffb33ed126f131c90f07cfdd #કોરોનાનોકહેર/ હવે અમદાવાદથી ગાંધીનગર પહોંચવું બન્યું મુશ્કેલ, જાણો કલેક્ટરે શું જાહેરનામું બહાર પાડ્યું

ગાંધીનગર શહેર અને જીલ્લામા વધતા કોરોનાનાં પોઝીટીવ કેસોને લઈ જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવતા હવે ગાંઘીનગર પહોંચવુ પહેલા જેટલુ સરળ રહ્યું નથી. જી હા હવે અમદાવાદથી ગાંધીનગર પહોંચવુ મુશ્કેલ બની ગયું છે. ગાંધીનગર જીલ્લાનાં અલગ અલગ તાલુકા જેવા કે, અડાલજ, સુઘડ, સરગાસન,ઉવારસદ, તારાપુર, હડમાતીયા સહિતના 15 ગામો અને તેની હદમા કોરન્ટાઈન ઝોન કે કંટેઈનમેંટ વિસ્તાર જાહેર કરાયો છે. આ વિસ્તારોમાં ગાંધીનગર તાલુકાના 12 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે કલોલ શહેર ,આરસોડીયા મા પણ કંટેઈનમેંટ વિસ્તાર જાહેર કરાયો છે. જ્યારે દહેગામ તાલુકાનુ હાલીસા ગામ કંટેઈનમેંટ વિસ્તારમાં સમાવી લેવામાં આવ્યો છે. આ ગામોના ત્રણ કીમી ની ત્રીજ્યામા કંટેઈનમેંટ વિસ્તાર જાહેરનામું લાગુ પડશે. કલેક્ટરના જણાવ્યા પ્રમાણે આ તમામ નિયમો 15 મે સુધી અમલી રહેશે. અને જાહેરનામાનોં ભંગ કડક પગલા રુપે દંડવામાં આવશે.

કોરોનાના સંક્રમણને લઈ ગાંધીનગરના કલેકટર જાહેરનામું બહાર પાડી ગાંધીનગરમાં પ્રવેશ માટે ત્રણ મુખ્ય માર્ગો શરૂ રાખવાનો નિર્ણય કર્યો છે. ઘ-0, ચ-0 અને જ-0થી પ્રવેશ આપવામાં આવશે તેમજ અન્ય તમામ માર્ગ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથેજ ગાંધીનગરમાં ગેરકાયદે ઘૂસણખોરી કરનાર વિરુદ્ધ ડિઝાસ્ટર એક્ટ પ્રમાણે કાર્યવાહી કરાશે. નોંધનીય છે કે સેકટર 7,3 અને 8 પણ કન્ટેન્મેન્ટ ઝોનમાં આવી ગયા છે સેક્ટર 7 અને 3 ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી વધુ પડતી અવર જવર બંધ કરવામાં આવી છે.

જુઓ આ કલેક્ટર ગાંધીનગર સાથેની મંતવ્ય ન્યૂઝની મુલાકાતમાં કલેક્ટરે શું કહ્યું મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી…………….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન