Not Set/ કોરોનાપોઝિટીવકેસ/ પંચમહાલમાં 10 નવા કેસથી હાહાકાર

દિવસેને દિવસે કોરોના કાળનો પંજો ફેલાવી પોતાની પહોંચ વધારતો જ જઇ રહ્યો છે. કોરોનાનાં કેસ અને કોરોનાનાં કારણે મોતની સંખ્યામાં ઉત્તરોતર વધારો જ જોવામાં આવી રહ્યો છે. સાથે સાથે કોરોનાનો કહેર મહાનગરોમાં વધુ જોવામાં આવી રહ્યો છે તે હકીકત છે પરંતુ કોરોના પોતોના પંજો રાજ્યનાં તમામ વિસ્તારોમાં ફેલાવવામાં પણ સફળ રહ્યો હોય તેવી રીતે મહાનગરો […]

Gujarat Others
202be46178658b0a4504c1a5c5cc581b કોરોનાપોઝિટીવકેસ/ પંચમહાલમાં 10 નવા કેસથી હાહાકાર

દિવસેને દિવસે કોરોના કાળનો પંજો ફેલાવી પોતાની પહોંચ વધારતો જ જઇ રહ્યો છે. કોરોનાનાં કેસ અને કોરોનાનાં કારણે મોતની સંખ્યામાં ઉત્તરોતર વધારો જ જોવામાં આવી રહ્યો છે. સાથે સાથે કોરોનાનો કહેર મહાનગરોમાં વધુ જોવામાં આવી રહ્યો છે તે હકીકત છે પરંતુ કોરોના પોતોના પંજો રાજ્યનાં તમામ વિસ્તારોમાં ફેલાવવામાં પણ સફળ રહ્યો હોય તેવી રીતે મહાનગરો સિવાયનાં વિસ્તારો અને અન્ય જીલ્લામાં પણ કોરોનાના કેસમાં વધારો જોવામાં આવી રહ્યો છે. 

જી હા, રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે.ત્યારે પંચમહાલ જિલ્લામાં આજે એક સાથે વધુ 10 નવા કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે. પંચમહાલના ગોધરા શહેરમાંથી 9 અને હાલોલમાંથી 1 આમ કુલ 10 પોઝિટિવ કેસ નોંધાવામાં આવતા હાહાકાર મચી જવા પામ્યો છે.

ગોધરા શહરેના 9 પૈકી 6 કેસ એક જ પોલન બજાર વિસ્તારના જ્યારે 1 કેસ શહેરા ભાગોળ વિસ્તાર, 1 કેસ બ્રહ્મા સોસાયટી અને 1 કેસ મહેશ્વરી સોસાયટી વિસ્તારમાંથી મળી આવ્યો છે. સાથે જ હાલોલના લીમડી ફળિયામાંથી 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. પંચમહાલ જિલ્લામાં કુલ 38 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે તો મૃત્યુઆંક 2 અને 3 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

જુઓ આ સંપૂર્ણ અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી…………….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન