Not Set/ કોરોનાવાયરસને રોકવામાં નિષ્ફળ ટ્રમ્પનો વધુ એક બફાટ, સંક્રમિત લોકોની મોટી સંખ્યાને ‘ગૌરવની વાત’ ગણાવી

અમેરિકામાં કોરોના વાયરસનાં કુલ 15,28,566 કેસ છે. કોરોનાથી દેશમાં પણ 91,921 લોકો મૃત્યુ પામ્યા છે. દરમિયાન, યુનાઇટેડ સ્ટેટ્સનાં રાષ્ટ્રપતિએ દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની મોટી સંખ્યાને ગૌરવની વાત ગણાવી છે. theguardian.com નાં રિપોર્ટ અનુસાર ટ્રમ્પે કહ્યું હતું કે, વિશ્વમાં કોરોના પોઝિટિવની સૌથી વધુ સંખ્યા યુએસમાં હોવી ‘બેજ ઓફ ઓનર‘ છે. તેમણે કહ્યું- હું તેને અમુક અંશે […]

World
45723d6b8c9a088e31e16d4805f464dc કોરોનાવાયરસને રોકવામાં નિષ્ફળ ટ્રમ્પનો વધુ એક બફાટ, સંક્રમિત લોકોની મોટી સંખ્યાને 'ગૌરવની વાત' ગણાવી

અમેરિકામાં કોરોના વાયરસનાં કુલ 15,28,566 કેસ છે. કોરોનાથી દેશમાં પણ 91,921 લોકો મૃત્યુ પામ્યા છે. દરમિયાન, યુનાઇટેડ સ્ટેટ્સનાં રાષ્ટ્રપતિએ દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની મોટી સંખ્યાને ગૌરવની વાત ગણાવી છે. theguardian.com નાં રિપોર્ટ અનુસાર ટ્રમ્પે કહ્યું હતું કે, વિશ્વમાં કોરોના પોઝિટિવની સૌથી વધુ સંખ્યા યુએસમાં હોવી બેજ ઓફ ઓનરછે. તેમણે કહ્યું- હું તેને અમુક અંશે જોઉં છું કે તે સારી ચીજ છે. આનો અર્થ એ કે અમારુ ટેસ્ટિંગ ઘણુ સારુ છે.

વ્હાઇટ હાઉસ ખાતે ટ્રમ્પે પત્રકારોને કહ્યું, “જો કે, તમે જાણો છો કે જ્યારે તમે કહો છો કે આપણે કોરોનાની દ્રષ્ટિએ વિશ્વમાં મોખરે છીએ, તો તેનો અર્થ એ કે અમારી પાસે પરીક્ષણની સુવિધાઓ અન્ય કોઈ કરતાં વધારે સારી છે.” આપને જણાવી દઇએ કે, કોરોના રોગચાળો ફાટી નીકળ્યા પછી ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પહેલીવાર કેબિનેટની બેઠક પણ યોજી છે. પહેલાથી જ કોરોના પર અનેક વિવાદાસ્પદ નિવેદનો આપી ચૂકેલા ટ્રમ્પે કહ્યું- જ્યારે આપણાં ઘણા બધા કેસ હોય છે. હું તેને ખરાબ ચીજ તરીકે જોતો નથી. હું તેને એક હદ સુધી સારું માનું છું કે અમારી ટેસ્ટિંગ ખૂબ સારી છે.

યુએસ રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું હતું કે, ઘણાં વ્યાવસાયિક લોકોએ જે કામ કર્યા છે અને ટેસ્ટિંગ કર્યા છે તેમના માટે આ એક મોટી શ્રદ્ધાંજલિ છે. અમેરિકાનાં રોગ નિયંત્રણ કેન્દ્રનાં જણાવ્યા અનુસાર, મંગળવાર સુધીમાં અમેરિકાએ 1 કરોડ 26 લાખ કોરોના ટેસ્ટ કર્યા છે. કુલ ટેસ્ટિંગ વિશે વાત કરતા, અમેરિકાએ વિશ્વમાં ચોક્કસપણે સૌથી વધુ ટેસ્ટિંગ કર્યું છે. પરંતુ ઓક્સફર્ડ યુનિવર્સિટીની અવર વર્લ્ડ ઇન ડેટા મુજબ પર કેપિટા બેઝિસપર તે વિશ્વનું પ્રથમ સ્થાન નથી. ઓક્સફર્ડ યુનિવર્સિટીનાં અવર વર્લ્ડ ઇન ડેટા ચાર્ટમાં પ્રતિ હજાર લોકો લેવામાં આવતા ટેસ્ટિંગમાં યુ.એસ. 16 માં સ્થાને છે. આઇસલેન્ડ, ન્યૂઝીલેન્ડ, કેનેડા એક હજાર લોકોનાં કુલ ટેસ્ટિંગનાં સંદર્ભમાં યુ.એસ. કરતા આગળ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.