Not Set/ #કોરોનાવાયરસ/ દિલ્હીની આ હોસ્પિટલમાં ડૉક્ટર્સ સહિત સ્ટાફનાં 150 લોકો સેલ્ફ ક્વોરેન્ટાઇન

દિલ્હીનાં સાકેટ સ્થિત મેક્સ હોસ્પિટલમાં કામ કરતા 150 લોકોને સેલ્ફ ક્વોરેન્ટાઇનમાં મોકલવામાં આવ્યા છે. આ લોકોમાં ડૉક્ટર્સ, નર્સો અને હોસ્પિટલનો બાકીનો સ્ટાફ શામેલ છે. બે દર્દીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા પછી આ સૂચનાઓ આપવામાં આવી છે. હોસ્પિટલે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ‘બે દર્દીઓને હ્રદયરોગની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં તે કોરોના પોઝિટીવ […]

India

દિલ્હીનાં સાકેટ સ્થિત મેક્સ હોસ્પિટલમાં કામ કરતા 150 લોકોને સેલ્ફ ક્વોરેન્ટાઇનમાં મોકલવામાં આવ્યા છે. આ લોકોમાં ડૉક્ટર્સ, નર્સો અને હોસ્પિટલનો બાકીનો સ્ટાફ શામેલ છે. બે દર્દીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા પછી આ સૂચનાઓ આપવામાં આવી છે. હોસ્પિટલે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ‘બે દર્દીઓને હ્રદયરોગની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં તે કોરોના પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું હતું. આ દર્દીઓનાં સંપર્કમાં આવતા આરોગ્ય કર્મચારીઓને શોધી કાઠવામાં આવ્યા છે, જેમાંથી 39 લોકોને હોસ્પિટલનાં જ ક્વોરેન્ટાઇન સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.

સુત્રોનાં જણાવ્યા અનુસાર, હવે હોસ્પિટલનાં વહીવટીતંત્રએ કહ્યું છે કે, આ લોકો ઉપરાંત, જો કોઈ પણ બંને દર્દીઓનાં સંપર્કમાં આવ્યું છે, તો તેઓએ સેલ્ફ ક્વોરેન્ટાઇનનું પાલન કરે. આ દરેક લોકોનાં કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવશે. હોસ્પિટલે કહ્યું, “દરેક સ્ટાફનાં 39 લોકોમાં કોઇ લક્ષણો નથી અને તેમના ટેસ્ટ કરવામાં આવશે. સાકેતમાં મેક્સ હોસ્પિટલનાં વોર્ડમાં જુદી જુદી શિફ્ટમાં 154 લોકો ફરજ પર હતા. તેમાંથી 39 હોસ્પિટલનાં જ ક્વોરેન્ટાઇન સેન્ટરમાં છે.

અગાઉ, ડૉક્ટર, નર્સો અને ટેકનિશિયન સહિતનાં 30 જેટલા આરોગ્ય કર્મચારીઓને એમ્સ દિલ્હીનાં કાર્ડિયો-ન્યુરો સેન્ટરમાં અલગ રાખવાની સલાહ આપવામાં આવી હતી. 72 વર્ષીય વ્યક્તિ કોરોનાથી પોઝિટીવ આવ્યા પછી આ પગલું લેવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે, દિલ્હીની હોસ્પિટલોમાં ઘણા ડૉક્ટર્સ અને અન્ય મેડિકલ સ્ટાફ કોરોના વાયરસથી સંક્રમિત જોવામાં આવ્યા છે. જેમા ઘણા મોહલ્લા ક્લિનિક્સમાં કામ કરનારાઓ પણ શામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.