Not Set/ કોરોના ઈફેક્ટ/ હજ યાત્રાને લઈ બની અસમંજસ ભરી સ્થિતિ

કોરોના વાયરસની મહામારીના કારણે દુનિયામાં અનેક ધાર્મિક સ્થળો બંધ છે, તે જોતા 2020 માટે કોરોના વચ્ચે હજ યાત્રા અંગે અનેક મૂંઝવણ સામે આવી રહી છે. ભારતની હજ સમિતિએ કહ્યું કે, જેઓ નોંધણી રદ્દ કરવા માગે છે, તેઓ તે કરાવી શકે છે.  મોહસીન રઝાએ જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશના 32 હજાર લોકો અને દેશના 2 લાખ […]

Uncategorized
5384396257cf3b342543bb88c6136c72 1 કોરોના ઈફેક્ટ/ હજ યાત્રાને લઈ બની અસમંજસ ભરી સ્થિતિ

કોરોના વાયરસની મહામારીના કારણે દુનિયામાં અનેક ધાર્મિક સ્થળો બંધ છે, તે જોતા 2020 માટે કોરોના વચ્ચે હજ યાત્રા અંગે અનેક મૂંઝવણ સામે આવી રહી છે. ભારતની હજ સમિતિએ કહ્યું કે, જેઓ નોંધણી રદ્દ કરવા માગે છે, તેઓ તે કરાવી શકે છે. 

મોહસીન રઝાએ જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશના 32 હજાર લોકો અને દેશના 2 લાખ લોકો દર વર્ષે હજ પર જાય છે. આ વખતે યુપીમાં હજ યાત્રા 25 હજાર રજિસ્ટ્રેશન થયા છે, પરંતુ હાલમાં હજ 2020 ની તૈયારીઓ રોકી છે. પરંતુ મોહસીન રઝાએ કહ્યું કે, આ વર્ષે હજ પર જવાનું અશક્ય લાગે છે. બીજી તરફ લઘુમતી કલ્યાણ મંત્રીએ કહ્યું કે, હજ 2020 અંગે સાઉદી અરેબિયા તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી. 

આ વચ્ચે ભારતની હજ સમિતિએ મોટો નિર્ણય લીધો છે કે, હજ યાત્રાને રદ કરવા પર કોઈ રકમ કાપવામાં આવશે નહીં આને પૂર્ણ નાણાં હજ યાત્રાળુઓને પરત કરવામાં આવશે. દેશમાં યુપીથી હજ યાત્રાળુઓ સૌથી વધુ મુસાફરી કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.