Not Set/ #કોરોના એ ગુચવ્યાં આ તો, નવા 18 કેસથી ગભરામણમાં ગરકાવ થયું ગાંધીનગર..

ભલે તમે ગુજરાતનું પાટનગર હોય, ભલે તમે શહેરમાં આવવાના રસ્તા બંધ કરો, ભલે તમે સંકુલોમાં લોકોને આવવાની મનાઇ ફરમાવો, પરંતુ ધ્યાન અને સાવચેતી તો રાખવી જ પડશે નહીંતર મને(કોરોના)ને પ્રવેસતો કોઇ રોકી શકશે નહી, આવું જાણે કોરોના દ્વારા જોરશોરથી કહેવામાં આવતું હોય તેવુ પ્રતિત થઇ રહ્યું છે. કારણ કે તંત્ર દ્વારા કોરોનાને નાથવાનાં તમામ શક્ય […]

Uncategorized
a2117cb034ecbe04761caec1d94e9540 #કોરોના એ ગુચવ્યાં આ તો, નવા 18 કેસથી ગભરામણમાં ગરકાવ થયું ગાંધીનગર..

ભલે તમે ગુજરાતનું પાટનગર હોય, ભલે તમે શહેરમાં આવવાના રસ્તા બંધ કરો, ભલે તમે સંકુલોમાં લોકોને આવવાની મનાઇ ફરમાવો, પરંતુ ધ્યાન અને સાવચેતી તો રાખવી જ પડશે નહીંતર મને(કોરોના)ને પ્રવેસતો કોઇ રોકી શકશે નહી, આવું જાણે કોરોના દ્વારા જોરશોરથી કહેવામાં આવતું હોય તેવુ પ્રતિત થઇ રહ્યું છે. કારણ કે તંત્ર દ્વારા કોરોનાને નાથવાનાં તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, છતા કોરોનાનો પ્રસરાવ રોકાતો જોવામાં આવી રહ્યો નથી. ઉપરની વાત કરવામાં આવી રહી છે ગાંધીનગર માટે તે તો ખ્યાલ આવી જ ગયો હશે. ગાંંધીનગર તમામ પ્રયાસો પછી પણ કોરોનાનાં સંક્રમણને રોકી શક્યું ન હોય તેવી રીતે  ગાંધીનગરમાંથી અધધધ 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરનાનાં આ હનુમાન કૂદકોએ દેડતા તંત્રને વધુ ભાગતું કરી દીધુ છે.

જી હા, ગાંધીનગરમાં આજે એક જ દિવસમાં કોરોનાના 18 પોઝિટીવ કેસ નોંધાતા ગુંગડાઇ હોવાનું જોવામાં આવી રહ્યું છે. આ સાથે જ ગાંધીનગર જીલ્લામાં કોરોના પોઝિટીવ કેસનો આંકડો 62 પર પહોંચ્યો છે. 62માં ગાંધીનગર શહેર માં 31 કેસ છે. તો, સામે ગ્રામ્ય વિસ્તાર માં પણ 31 કેસ નોંધાય ચુક્યા છે. 

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાથી સંક્રમિત ૮૯૬ પોઝિટિવ દર્દીઓ કોરોનાને હરાવી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં ગઇકાલે કોવિડ-19નાં નવા 333 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં થયેલ 74116 ટેસ્ટમાંથી 5054 કેસ પોઝિટિવ નોંધવામાં આવ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન