Not Set/ કોરોના/ ફિલ્મ નિર્મતા અનિલ સૂરીનું નિધન, આ હોસ્પિટલે એડમિટ કરવા માટે કર્યો હતો ઇન્કાર

તાજેતરમાં જ બોલિવૂડના સંગીતકાર વાજિદ ખાન બાદ બોલિવૂડમાં બીજી એક ફિલ્મ પર્સનાલિટીનું કોરોના વાયરસથી નિધન થયું છે. 1978 માં રિલીઝ થયેલી રાજકુમાર, રેખા, જીતેન્દ્ર, માલા સિન્હા, અજિત સ્ટારર અને 1984 માં આવેલ ધર્મેન્દ્ર, રાજ કુમાર, હેમા માલિની, સુનિલ દત્ત, કમલ હાસનની મુખ્ય ભૂમિકા વાળી ફિલ્મ રાજ તિલક બનાવનાર નિર્મતા અનિલ સૂરીનું કોરોના વાયરસના કારણે મુંબઈમાં […]

Uncategorized
a34f3d10fc165ccf7898fa14965176a3 કોરોના/ ફિલ્મ નિર્મતા અનિલ સૂરીનું નિધન, આ હોસ્પિટલે એડમિટ કરવા માટે કર્યો હતો ઇન્કાર

તાજેતરમાં જ બોલિવૂડના સંગીતકાર વાજિદ ખાન બાદ બોલિવૂડમાં બીજી એક ફિલ્મ પર્સનાલિટીનું કોરોના વાયરસથી નિધન થયું છે. 1978 માં રિલીઝ થયેલી રાજકુમાર, રેખા, જીતેન્દ્ર, માલા સિન્હા, અજિત સ્ટારર અને 1984 માં આવેલ ધર્મેન્દ્ર, રાજ કુમાર, હેમા માલિની, સુનિલ દત્ત, કમલ હાસનની મુખ્ય ભૂમિકા વાળી ફિલ્મ રાજ તિલક બનાવનાર નિર્મતા અનિલ સૂરીનું કોરોના વાયરસના કારણે મુંબઈમાં અવસાન થયું છે. તેઓ 77 વર્ષની વય દુનિયાને અલવિદા કહી દીધું છે.  

અનિલના ભાઈ નિર્માતા રાજીવ સુરી, જણાવ્યું કે 2 જૂનથી તેમને તાવ હતો. બીજા દિવસે તેમની હાલત વધુ ખરાબ થઈ ગઈ અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી.

Anil Suri Passes Away: अनिल सूरी का कोरोना वायरस से निधन, भाई बोले- दो अस्पतालों ने नहीं दिया था बेड

રાજીવે દાવો કર્યો છે કે, “તેમને લીલાવતી અને હિન્દુજાની મોટી હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ બંનેએ તેમને દાખલ કરવાનો ઇનકાર કર્યો હતો.” રાજીવે કહ્યું, “ત્યારબાદ તેમને બુધવારે રાત્રે એડવાન્સ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને કોવિડ -19 હતા. ગુરુવારે સાંજે તેમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. સાંજે સાત વાગ્યે તેમનું અવસાન થયું હતું.”

શુક્રવારે સવારે અનિલ સૂરીના અંતિમ સંસ્કાર ઓશીવારા સ્મશાનમાં કરવામાં આવ્યા હતા. ત્યાં પરિવારના ફક્ત ચાર સભ્યો હાજર હતા અને બધાએ અંગત રક્ષણાત્મક ઉપકરણો પહેર્યા હતા. રાજીવ સિવાય અનિલના પરિવારમાં પત્ની અને બે બાળકો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.