Not Set/ કોરોના સંકટ વચ્ચે આજે સવારે નેપાળમાં આવ્યો ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 3.4 ની તીવ્રતા

કોરોના સંકટની ભયાનકતા વચ્ચે નેપાળમાં આજે ભૂકંપ આવ્યો છે. આજે સવારે નેપાળનાં ભક્તપુર જિલ્લાનાં અનંતલિંગેશ્વર વિસ્તારમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, નેપાળનાં અનંતલિંગેશ્વર નજીક સવારે 8:14 મિનિટની આસપાસ 3.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપથી અત્યાર સુધીમાં જાન-માલને કોઈ નુકસાન થયું નથી. જણાવી દઈએ કે આ પહેલા 15 મે નાં રોજ દિલ્હીમાં […]

World

કોરોના સંકટની ભયાનકતા વચ્ચે નેપાળમાં આજે ભૂકંપ આવ્યો છે. આજે સવારે નેપાળનાં ભક્તપુર જિલ્લાનાં અનંતલિંગેશ્વર વિસ્તારમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, નેપાળનાં અનંતલિંગેશ્વર નજીક સવારે 8:14 મિનિટની આસપાસ 3.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપથી અત્યાર સુધીમાં જાન-માલને કોઈ નુકસાન થયું નથી. જણાવી દઈએ કે આ પહેલા 15 મે નાં રોજ દિલ્હીમાં આંચકા અનુભવાયા હતા.

લોકડાઉનમાં દિલ્હીમાં ચાર ભૂકંપ આવ્યા છે. રાષ્ટ્રની રાજધાનીમાં શુક્રવાર, 15 મે નાં રોજ રાત્રે 11.28 વાગ્યે ઓછી તીવ્રતાનાં ભુકંપનાં આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન સેન્ટરએ અહેવાલ આપ્યો છે કે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.2 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર ઉત્તર દિલ્હીનાં પિતામપુરા ખાતે હતું. ભૂકંપ આઠ કિલોમીટરની ઉંડાઈ પર આવ્યો હતો.

આ પહેલા 10 મે નાં રોજ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં હવામાન બદલાયા બાદ હળવા આંચકા અનુભવાયા હતા. એ દિવસે દિલ્હીનાં અનેક વિસ્તારોમાં વાવાઝોડુ પણ આવ્યુ હતુ. દિલ્હીમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી હતી. ભૂકંપ બાદ કેટલાક વિસ્તારોમાં લોકો ઘરની બહાર પણ આવી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.