Not Set/ #કોરોના સંક્રમણથી આરોગ્યની રક્ષા કેવી રીતે ?

(લેખાંક-1) કોરોના વાઈરસનું સંક્રમણ આખા ય વિશ્વમાં માઝા મૂકી રહ્યું છે. એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે કોરોના વાઈરસને કોઈ વીઝાની જરૂર નથી. તમામ સરહદોને ઓળંગીને કોરોના સંક્રમણ ખૂબ ઝડપભેર રોગચાળાની કૂચ કરી રહ્યું છે. કોરોના મહામારીને નાથવા અનેક દેશોમાં અનેક ઉપાયો થઈ રહ્યા છે. આપણા ભારત દેશમાં સરકાર, વૈજ્ઞાનિકો તેમજ તબીબી વિજ્ઞાન એમ ત્રણેય ક્ષેત્રો […]

Uncategorized
82fb4516bbfefd3228a2c7b6b3951ff6 9 #કોરોના સંક્રમણથી આરોગ્યની રક્ષા કેવી રીતે ?

(લેખાંક-1)

કોરોના વાઈરસનું સંક્રમણ આખા ય વિશ્વમાં માઝા મૂકી રહ્યું છે. એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે કોરોના વાઈરસને કોઈ વીઝાની જરૂર નથી. તમામ સરહદોને ઓળંગીને કોરોના સંક્રમણ ખૂબ ઝડપભેર રોગચાળાની કૂચ કરી રહ્યું છે. કોરોના મહામારીને નાથવા અનેક દેશોમાં અનેક ઉપાયો થઈ રહ્યા છે.

આપણા ભારત દેશમાં સરકાર, વૈજ્ઞાનિકો તેમજ તબીબી વિજ્ઞાન એમ ત્રણેય ક્ષેત્રો કાર્યરત છે. સ્હેજ વિચાર કરીએ તો સમજાય કે વિશ્વના અન્ય દેશો પણ પોત પોતાની ક્ષમતા અનુસાર કોરોનાની લડાઈ લડી રહ્યા છે પણ ભારત દેશનું પલ્લું સ્હેજ વધુ ભારે છે કારણ કે આપણી પાસે અભૂતપૂર્વ હથિયાર છે- વૈદિકજ્ઞાન. ભારત દેશ પાસે વૈદિક જ્ઞાનનો મહાન ખજાનો છે. આપણા ઋષિ-મુનિઓએ ખૂબ જ પુરૂષાર્થ કરી જ્યોતિષવિદ્યા અને આધ્યાત્મિકતાનું ગહન જ્ઞાન આપણને આપ્યું છે. કોરોના વાઈરસ નામના અદૃશ્ય દુશ્મનને નાથવા વૈદિક જ્ઞાનનો ઉપયોગ કરી સુરક્ષિત થવાનું આ ઘડીએ ચૂક્યા જેવું નથી. પણ, આ બધા વચ્ચે એક વાત યાદ રાખજો કે, મહામારીના સંક્રમણને નાથવા માટે સરકારી આદેશોનું પાલન તો કરવું જ પડશે. આપણે જે દેશમાં રહેતા હોઈએ તેના નીતિ-નિયમોને પાળવાનું પણ આપણા ઋષિ-મુનિઓ કહી ગયા છે.

કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે જ્યોતિષશાસ્ત્ર અને આધ્યાત્મિકતા કેવી રીતે ઉપયોગી થાય તેની ચર્ચા કરીએ. દિવસ દરમિયાન ક્યા એવા સાત્વિક ઉપાયો છે જેના દ્વારા રક્ષણ મળે ? તેની ચર્ચા કરીએ.

  • સવારે સૂર્યોદયની પાંચ મિનિટ પહેલા જાગ્રત થઈ જવું જોઈએ.

કારણ કે—

સૂર્યદેવ આરોગ્ય વિભાગ સંભાળે છે. આપણા શરીરના સંપૂર્ણ આરોગ્ય સૂર્યદેવના અધિકારક્ષેત્રમાં છે. સૂર્યદેવની કૃપા મેળવવા સવારે સૂર્યોદય પહેલા ઊઠી, પ્રાતઃક્રિયાથી પરવારી સૂર્યદેવના બે હાથ જોડી દર્શન કરવા. દર્શન કરતી વખતે સૂર્ય દેવના અતિ પવિત્ર દ્વાદશ (બાર) નામનો જાપ જપવો. (ઓમ્ મિત્રાય નમઃ, ઓમ્ રવયે નમઃ, ઓમ્ સૂર્યાય નમઃ, ઓમ્ ભાનવે નમઃ, ઓમ્ ખગાય નમઃ ઓમ્  પૂષ્ણે નમઃ, ઓમ્  હિરણ્યગર્ભાય નમઃ, ઓમ્  આદિત્યાય નમઃ, ઓમ્  સવિત્રે નમઃ, ઓમ્  મરીચયે નમઃ, ઓમ્  અર્કાય નમઃ, ઓમ્ ભાસ્કરાય નમઃ)

આ પ્રમાણે સૂર્યદેવના દ્વાદશ નામનો જાપ કરવાથી સૂર્યદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

  • સાંજે ચંદ્રોદય સમયે ચંદ્રદેવ દર્શન કરવા.

કારણ કે—

ચંદ્રદેવ મનના કારક છે. મનનું સુખ, મનનું આરોગ્ય, મનની ચંચળતા, મનનું બળ (મનોબળ) વગેરે બધો જ કાર્યભાર ચંદ્રદેવના તાબામાં આવે છે. સાંજે અથવા રાત્રે ચંદ્રદેવના દર્શન કરતી વેળાએ “ઓમ્ સોં સોમાયૈ નમઃ” આ મંત્રનો જાપ શક્ય તેટલી વધુ વખત કરવો.

  • મેં આપ સૌને સૂર્યદેવ અને ચંદ્રદેવના દર્શન કરવાનું સૂચન કર્યું કારણ કે, આપત્તિના સમયમાં મન અને આત્મા બેઉ બરાબર મજબૂત હોવા જોઈએ. કોરોના વાઈરસનું સંક્રમણ ભારતભરમાં ફેલાઈ ગયું અને ક્યારેય કલ્પી નહોતી તેવી પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. આ સમયમાં કેટલાય લોકોના અનેક પ્રકારના આયોજનો અટકી ગયા છે. આપણે વિકાસોન્મુખ છીએ પણ આજે જીવ બચાવવાનો સમય આવી ગયો. આવા કપરા સંજોગોમાં વિહવળતા ન વ્યાપે અને મન તેમજ આત્મા બરાબર મજબૂત રહે તે માટે સૂર્યદેવ અને ચંદ્રદેવનું બળ મેળવવું ખૂબ જ આવશ્યક છે.
  • સૂર્યદેવનું બળ મળે એટલે વ્યક્તિ આરોગ્ય પ્રત્યે સજાગ થાય. જે કંઈ પણ આરોગ્યના હિતમાં હોય તે બધા જ ઉપાયો કરે. સાથેસાથે સૂર્યદેવ સરકારનું પ્રતિનિધિત્વ પણ કરે છે માટે, સૂર્યદેવનું બળ મેળવીશું તો સરકારી આદેશોનું પાલન કરવાની ઇચ્છા થશે. વિપત્તીના સમયમાં સરકારી મદદ પણ મળી રહેશે. કોઈપણ મુશ્કેલીમાં વિજય મેળવવા આત્મબળ અત્યંત જરૂરી છે જે સૂર્યદેવની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. હિંદુ શાસ્ત્રોમાં ગાઈ વગાડીને કહ્યું છે કે આત્મા સો પરમાત્મા. બળવાન આત્મબળવાળો મનુષ્ય ક્યારેય હારતો નથી. સૂર્યદેવની કૃપાથી જ આત્મામાં તેજસ્વીતાનો ઉમેરો થશે.
  • ભગવાન ન કરે… પણ કોઈ કોરોના સંક્રમણથી પીડીત થઈ ગયું તો મજબૂત મનોબળની આવશ્યકતા ખૂબ જ રહેશે. જે વ્યક્તિનું મનોબળ મજબૂત હશે તેને દવાઓની અસર પણ ઝડપથી થશે. જે વ્યક્તિ મનથી ભાંગી પડશે તેને દવાઓનો ઇલાજ પણ કારગત નથી નિવડતો માટે ચંદ્રદેવની ઉપાસના પણ ખાસ કરો. હાલ, ઘરમાં બીજું કોઈ કાર્ય તો છે નહીં… બસ બે-ત્રણ ટાઈમ જમી આરામ કરવાનો છે એટલે નવરુ મન નિરાશાની ખાઈ ન બની જાય તેનું ધ્યાન રાખવું. જો મન આડે પાટે ફંટાઈ જાય તો વણજોઈતી બીજી અનેક મુશ્કેલી આંગણે આવી ઊભી રહે. આ તમામ મુશ્કેલીને દૂરથી જ અટકાવવા ચંદ્રદેવની ઉપાસના આવશ્યક છે.

(આવતીકાલે આ જ પ્રમાણે હું બીજા ઉપાયો અને તેની સાર્થકતા પણ જણાવીશ.)

અમિત ત્રિવેદી (જ્યોતિષાચાર્ય) (મો)  98255 22235

ઈ-મેલ – harisahitya@gmail.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.