Not Set/ કોરોના સામે USA નતમસ્તક, દોઢ લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

અમેરિકામાં બુધવારે કોરોનાવાયરસથી મૃત્યુઆંક વધીને 1,50,000 થઈ ગયો છે. વિશ્વમાં વાયરસને કારણે સૌથી વધુ લોકોની મોત અમેરિકામાં જ થઇ છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીનાં જણાવ્યા પ્રમાણે, અમેરિકા પછી, બ્રાઝિલમાં 88 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે અને બ્રિટનમાં 46 હજાર લોકો મૃત્યુ પામ્યા છે. કોરોનાવાયરસ અત્યાર સુધીમાં 188 દેશોમાં ફેલાયેલો છે. 30 જુલાઈ, 2020 ને સવારે […]

World

અમેરિકામાં બુધવારે કોરોનાવાયરસથી મૃત્યુઆંક વધીને 1,50,000 થઈ ગયો છે. વિશ્વમાં વાયરસને કારણે સૌથી વધુ લોકોની મોત અમેરિકામાં જ થઇ છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીનાં જણાવ્યા પ્રમાણે, અમેરિકા પછી, બ્રાઝિલમાં 88 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે અને બ્રિટનમાં 46 હજાર લોકો મૃત્યુ પામ્યા છે.

કોરોનાવાયરસ અત્યાર સુધીમાં 188 દેશોમાં ફેલાયેલો છે. 30 જુલાઈ, 2020 ને સવારે 9:30 સુધી, વિશ્વભરમાં કુલ 1,70,30,329 કેસની પુષ્ટિ થઈ છે અને 6,67,014 મૃત્યુ પામ્યા છે. 64,14,532 દર્દીઓ સારવાર હેઠળ છે અને 99,48,783 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે, છેલ્લા 10 દિવસમાં અમેરિકામાં 10 હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. અમેરિકામાં કેલિફોર્નિયા અને ન્યૂયોર્ક હાલમાં સૌથી ખરાબ સ્થિતિમાં છે. અહીં કોરોનાનાં સૌથી વધુ કેસ છે. એકલા કેલિફોર્નિયામાં જ અડધાથી વધુ લોકો ચેપગ્રસ્ત છે. જ્યારે કોરોનાની શરૂઆતમાં સૌથી વધુ અસરગ્રસ્ત ન્યુયોર્ક હવે ત્રીજા ક્રમે આવી ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.