Not Set/ ખાનગીકરણ/ ભારતીય રેલ્વેમાં 2,800 મેલ ટ્રેન છે, જે પૈકી 151 ટ્રેનને વેચવામાં આવશે એટલે કે….

  છેલ્લા કેટલાય સમયથી ભારતીય રેલ્વેમાં ખાનગીકરણ ને લઈને વિવિધ જગ્યાએ તેના ઉગ્ર વિરોધ  થઈ રહ્યા છે. આ વિરોધના વંટોળ વચ્ચે વાળું એક વખત વધુ કેટલીક ટ્રેનના ના ખાનગીકરણના સમાચાર સામે આવી રહ્યા છે. એટલે કે હવે ભારતનું રેલવે તંત્ર ખાનગી થઈ જશે તે વાત નક્કી છે અને તે માટે ગતિવિધિઓ જોરશોરથી શરૂ છે. વિગતો […]

Uncategorized
ec5e6dc46508c908be1b8abfd3df76cf 1 ખાનગીકરણ/ ભારતીય રેલ્વેમાં 2,800 મેલ ટ્રેન છે, જે પૈકી 151 ટ્રેનને વેચવામાં આવશે એટલે કે....
 

છેલ્લા કેટલાય સમયથી ભારતીય રેલ્વેમાં ખાનગીકરણ ને લઈને વિવિધ જગ્યાએ તેના ઉગ્ર વિરોધ  થઈ રહ્યા છે. આ વિરોધના વંટોળ વચ્ચે વાળું એક વખત વધુ કેટલીક ટ્રેનના ના ખાનગીકરણના સમાચાર સામે આવી રહ્યા છે. એટલે કે હવે ભારતનું રેલવે તંત્ર ખાનગી થઈ જશે તે વાત નક્કી છે અને તે માટે ગતિવિધિઓ જોરશોરથી શરૂ છે. વિગતો મુજબ ભારતીય રેલવેમાં 2,800 મેલ ટ્રેન છે, જે પૈકી 151 ટ્રેનને વેચવામાં આવશે મતલબ કે હવે થી રેલવે નું 5% ખાનગીકરણ થઈ જશે જે એક શરૂઆત છે.જોકે રોકાણ અંગે ડિસેમ્બરમાં હરાજી થયા બાદજ ચોક્કસ અંદાજ આવી શકશે પણ લગભગ 30 હજાર કરોડના રોકાણ ની વાતો થઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે માર્ચમાં લોકસભા અને રાજ્યસભામાં બન્નેમાં રેલવે મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, રેલવેનું કોઈ ખાનગીકરણ નહીં કરવામાં નહીં આવે પરંતુ પરંતુ ચાર મહિના પછી જ રેલવેના ખાનગીકરણ ની આ વાત સામે આવી છે જોકે,સરકારે હજુ સુધી એ જવાબ આપ્યો નથી કે જે રેલવે આધુનિકીકરણના નામે વેચવામાં આવી રહ્યું છે, તેનું આધુનિકરણ સરકાર જાતે કેમ નથી કરી શકતી. હવે આ બધુ થઈને જ રહેશે અને ખાનગી કરણ માં દોડનારી પ્રાઇવેટ તમામ 151 ટ્રેનની મહત્તમ સ્પીડ 160 કિમી પ્રતિ કલાકની હશે અને તેનો રનિંગ ટાઈમ રાજધાની જેવો હશે. તમામ ટ્રેનમાં 16 કોચ હશે અને તમામમાં એસી લાગેલા હશે.
આ તમામ ટ્રેન 12 સૌથી વ્યસ્ત સ્ટેશન માટે નીકળશે, અને આ જ 12 સ્ટેશન પર તેમની સફર સમાપ્ત થશે. આ ટ્રેન દિલ્હી અને મુંબઈના બે- બે સ્ટેશન પર દોડશે. આ ટ્રેનોનું સ્ટોપેજ ક્યાં થશે એ નક્કી કરવાનો અધિકાર રેલવે મંત્રાલય ગુમાવી દેશે અને ખાનગી માલિકો નક્કી કરશે કે તેઓ એ શું કરવું આમ ખાનગી કરણ સાથે જ આગામી સમય માં ટ્રેનો અને સ્ટેશનો ના રૂપરંગ બદલાઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.