Not Set/ ‘ખાલી-પીલી’નું નવું સોંગ ‘તહસ-નહસ’ થયું રિલીઝ, અનન્યા-ઇશાને જમાવ્યો રંગ

ફિલ્મ ‘ખાલી-પીલી’ ના નિર્માતાઓએ તેનું ટાઇટલ ટ્રેક ‘તહસ નહસ’ રજૂ કર્યું છે. આ એક રોમેન્ટિક ગીત છે અને આને ગેરેજમાં શૂટ કરવામાં આવ્યું છે, જેમાં અનન્યા પાંડે અને ઇશાન ખટ્ટરની જોડી ખૂબ જ રંગમાં જોવા મળી રહી છે. આ ગીત વિશાલ-શેખરની સુપરહિટ જોડીએ કંપોઝ કર્યું છે અને શેખર રજવાણી અને પ્રકૃતિ કક્કરે ગાયું છે. આગામી […]

Uncategorized
cac14c13997d87261272ca4beb550655 'ખાલી-પીલી'નું નવું સોંગ 'તહસ-નહસ' થયું રિલીઝ, અનન્યા-ઇશાને જમાવ્યો રંગ

ફિલ્મ ‘ખાલી-પીલી’ ના નિર્માતાઓએ તેનું ટાઇટલ ટ્રેક ‘તહસ નહસ’ રજૂ કર્યું છે. આ એક રોમેન્ટિક ગીત છે અને આને ગેરેજમાં શૂટ કરવામાં આવ્યું છે, જેમાં અનન્યા પાંડે અને ઇશાન ખટ્ટરની જોડી ખૂબ જ રંગમાં જોવા મળી રહી છે. આ ગીત વિશાલ-શેખરની સુપરહિટ જોડીએ કંપોઝ કર્યું છે અને શેખર રજવાણી અને પ્રકૃતિ કક્કરે ગાયું છે.

આગામી હિન્દી રોમેન્ટિક ફિલ્મ ‘ખાલી-પીલી’ ના ટ્રેલરને અત્યાર સુધીમાં 8.4 કરોડ વ્યૂ મળી ચૂક્યા છે. આ ફિલ્મમાં મુખ્ય પાત્ર તરીકે ઇશાન ખટ્ટર અને અનન્યા પાંડે છે, અને દર્શકોને પહેલી વાર આ જોડી જોવા મળશે.

‘ખાલી-પીલી’ એ બે બાળપણના પ્રેમીઓ, પૂજા અને બ્લેકીની વાર્તા છે, જે કોઈ કારણોસર અલગ થઇ જાય છે, પરંતુ સમય ફરી એકવાર એમને મળાવે છે. ફિલ્મ ‘ચેસ એન્ડ એસ્કેપ’ વાર્તા પર આધારિત છે, જે નિશ્ચિતપણે દર્શકોને મનોરંજન કરશે.

આ ફિલ્મનું નિર્દેશન મકબુલ ખાને કર્યું છે અને નિર્માણ અલી અબ્બાસ ઝફર અને હિમાંશુ મેહરા દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે આ વાર્તાનું નિર્દેશન મકબુલ ખાને કર્યું છે, જેની રચના યશ કેસારવાની અને સીમા અગ્રવાલએ કરી છે.

આ ફિલ્મમાં ઇશાન અને અનન્યા સિવાય જયદીપ અહલાવત અને સતિષ કૌશિક મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 2 ઓક્ટોબર, 2020 ના રોજ ઝીના નવા પ્લેટફોર્મ જી પ્લેક્સ પર રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.