Not Set/ ખેડૂતોના દેવામાફી માટે અલ્પેશ ઠાકોરે કર્યું આંદોલન, દૂધ ઢોળી વિરોધ કર્યો

ઓબીસી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરની અટકાયત કરવામાં આવી છે. દૂધબંધીના એલાન સાથે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ પાસે દૂધ ઢોળીને વિરોધ કરતા અલ્પેશ ઠાકોર તથા તેના કાર્યકરોની સોલા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી…મહત્વનું છે કે ખેડૂતોના દેવા માફીને લઈને રાજ્યભરમાં અલ્પેશ ઠાકોર દ્વારા આજે દૂધ બંધીનું એલાન કરવામાં આવ્યું છે..અને દૂધ મંડળીઓમાં દૂધ ન આપવા માટે […]

Uncategorized

ઓબીસી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરની અટકાયત કરવામાં આવી છે. દૂધબંધીના એલાન સાથે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ પાસે દૂધ ઢોળીને વિરોધ કરતા અલ્પેશ ઠાકોર તથા તેના કાર્યકરોની સોલા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી…મહત્વનું છે કે ખેડૂતોના દેવા માફીને લઈને રાજ્યભરમાં અલ્પેશ ઠાકોર દ્વારા આજે દૂધ બંધીનું એલાન કરવામાં આવ્યું છે..અને દૂધ મંડળીઓમાં દૂધ ન આપવા માટે પશુપાલકોને કહેવામાં આવ્યું છે.અને દૂધબંધીના એલાન સાથે ઝાયડસ હોસ્પિટલ પાસે અલ્પેશ ઠાકોર તથા તેના સમર્થકો દ્વારા વિરોદ પ્રદર્શ કરવામાં આવી રહ્યું હતું જેને લઈને પોલીસે તેમની અટકાયત કરી લીધી છે..ઉલ્લેખનીય છે કે ખેડૂતો અને પશુપાલકોને પૂરતા પ્રમાણમાં ટેકાના ભાવ ન મળતા અલ્પેશ ઠાકોરે આંદોલનનું એલાન કર્યું છે..અલ્પેશ ઠાકોરે આ અંગે રાજ્ય સરકારને 5 જૂલાઈ સુધીનું અલ્ટીમેટમ પણ આપ્યું હતું… જેની મુદ્દત હવે પૂરી થઈ છે….તો 5 અને 6 જુલાઈએ ઓબીસી એકતામંચે આપેલા દૂધરોકો આંદોલનને ગુજરાત ખેડૂત સમાજ, પાટીદારો ઉપરાંત અન્ય સ્વૈચ્છિક સંગઠનોએ ટેકો જાહેર કર્યો છે.