Not Set/ Happy Birthday/ માત્ર 50 રૂપિયા માટે રાખી સાવંતે પીરસ્યું હતું અનિલ અંબાનીના ઘરે જમવાનું

બોલિવૂડ ડ્રામા ક્વીન રાખી સાવંત આજે 25 નવેમ્બરના રોજ પોતાનો 41 મો જન્મદિવસ ઉજવી રહી છે. રાખી ઘણી વાર ચર્ચામાં રહેતી હોય છે અને તે તેની અજીબો ગરીબ હરકતોના કારણે ચર્ચામાં રહે છે. જો રાખીનાં જીવનની વાત કરીએ, તો તેનું બાળપણ ઘણી સમસ્યાઓમાંથી પસાર થયું છે. એ જાણીને તમને નવાઈ લાગશે કે માત્ર 11 વર્ષની […]

Uncategorized
aaaamaha 6 Happy Birthday/ માત્ર 50 રૂપિયા માટે રાખી સાવંતે પીરસ્યું હતું અનિલ અંબાનીના ઘરે જમવાનું

બોલિવૂડ ડ્રામા ક્વીન રાખી સાવંત આજે 25 નવેમ્બરના રોજ પોતાનો 41 મો જન્મદિવસ ઉજવી રહી છે. રાખી ઘણી વાર ચર્ચામાં રહેતી હોય છે અને તે તેની અજીબો ગરીબ હરકતોના કારણે ચર્ચામાં રહે છે. જો રાખીનાં જીવનની વાત કરીએ, તો તેનું બાળપણ ઘણી સમસ્યાઓમાંથી પસાર થયું છે.

Image result for Rakhi Sawant Birthday,

એ જાણીને તમને નવાઈ લાગશે કે માત્ર 11 વર્ષની ઉંમરે આર્થિક તંગીને કારણે તેણે ટીના અંબાણીના લગ્નમાં લોકોને ભોજન પીરસ્યું હતું. આ કેટરિંગ કામ માટે તેને દરરોજ 50 રૂપિયા મળતા હતા. આજે તે જે કઈ પણ છે તે પોતાની મહેનત પર છે અને મુંબઇના પોશ વિસ્તારમાં આલિશાન બંગલામાં રહે છે.

Image result for Rakhi Sawant Birthday,

ફિલ્મ કારકિર્દીની વાત કરીએ તો રાખીએ તેની કરિયરની શરૂઆત ફિલ્મ ‘અગ્નિચક્ર’ થી કરી હતી. રાખીએ બોલીવૂડની ઘણી ફિલ્મોમાં આઈટમ ડાન્સ પણ કર્યા છે, જેના માટે તેને આઈટમ ગર્લ પણ કહેવામાં આવે છે. રાખી તેના અજીબ ડ્રેસને લઈને પણ ચર્ચામાં રહી છે. રાખીએ પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારા ઘરના સભ્યોએ મને ક્યારેય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશવા દીધી નથી અને જો તેઓ મને ડાન્સ કરતા જોતા હોત, તો તેઓએ મને મારી મારીને લાલ પીળી કરી દીધી હોત.

Image result for Rakhi Sawant Birthday,

એટલું જ નહીં, સુંદર અને આકર્ષક દેખાવા માટે તેણે સર્જરી કરાવી પણ છે. કરણ જોહરના ચેટ શોમાં રાખીએ કહ્યું હતું કે ‘ભગવાન અમને જે નથી આપ્યા, તે ડોક્ટર આપી શકે છે.’ બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ સિવાય રાખીએ લિપોસક્શન પણ કર્યું છે.

Image result for Rakhi Sawant Birthday,

રાખીએ રિયાલિટી શો ‘રાખી કા સ્વયંવર’ પણ કર્યો છે. જો આપણે પ્રોપર્ટીની વાત કરીએ, તો તેઓ પાસે મુંબઈમાં બે ફ્લેટ અને બંગલો છે જેની કિંમત લગભગ 11 કરોડ છે. અને તે શો અને આઈટમ્સ સોંગ કરીને કરોડોની કમાણી કરે છે. રાખીની કમાણી મોટાભાગે સ્ટેજ પરફોર્મન્સથી થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.