Not Set/ ગંભીર અને પઠાણને પુછવામાં આવ્યો સવાલ, ધોની કે વિરાટ બન્નેમાં કયો બેટ્સમેન છે પસંદ

ટીમ ઈન્ડિયાનાં પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર અને પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણને પૂછવામાં આવ્યું હતું કે તેઓ વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોનીમાંથી કોની પસંદગી કરશે. મહેન્દ્રસિંહ ધોની ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન રહી ચૂક્યા છે, જ્યારે વિરાટ કોહલી હાલનાં કેપ્ટન છે. જ્યારે આ બંનેની બેટિંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ગૌતમ ગંભીર અને ઇરફાન પઠાણને પૂછવામાં આવ્યું કે તેઓ […]

Uncategorized
a15bcd724f857de342437fd84c6a69fb ગંભીર અને પઠાણને પુછવામાં આવ્યો સવાલ, ધોની કે વિરાટ બન્નેમાં કયો બેટ્સમેન છે પસંદ

ટીમ ઈન્ડિયાનાં પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર અને પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણને પૂછવામાં આવ્યું હતું કે તેઓ વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોનીમાંથી કોની પસંદગી કરશે. મહેન્દ્રસિંહ ધોની ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન રહી ચૂક્યા છે, જ્યારે વિરાટ કોહલી હાલનાં કેપ્ટન છે.

9d568ab603e2a50fd794a7939f37be6f ગંભીર અને પઠાણને પુછવામાં આવ્યો સવાલ, ધોની કે વિરાટ બન્નેમાં કયો બેટ્સમેન છે પસંદ

જ્યારે આ બંનેની બેટિંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ગૌતમ ગંભીર અને ઇરફાન પઠાણને પૂછવામાં આવ્યું કે તેઓ કોને પસંદ કરશે, ગંભીર એ કહ્યું કે આ બંનેનો બેટિંગ ક્રમ એકદમ અલગ છે. ગંભીરએ કહ્યું કે, વિરાટ ત્રીજા નંબર પર બેટિંગ કરવા માટે આવે છે, જ્યારે ધોની 6 કે 7 નંબર પર છે, બંનેની તુલના કરવી ખૂબ મુશ્કેલ છે. સ્ટાર સ્પોર્ટ્સ ક્રિકેટ કનેક્ટેડશો માં, યજમાન જતીન સપ્રુએ ફરીથી પોતાનો પ્રશ્ન બદલ્યો અને આ બંનેને પૂછ્યું કે જો ધોની બેટિંગ ક્રમમાં ઉપર રમતો હોત તો શું થયું હોત? આ અંગે ગંભીરે કહ્યું, ‘મને લાગે છે કે ક્રિકેટ જગતે એક મોટી ચીજ ગુમાવી ચૂકી છે. જો ધોની ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો હોત અને તે ટીમનો કપ્તાન ન હોત, તો ક્રિકેટ જગતને એક અલગ ખેલાડી જોવા મળતો. કદાચ તેણે વધારે સ્કોર બનાવ્યા હોત સાથે તેણે ઘણા રેકોર્ડ્સ તોડી નાખ્યા હોત. જો તે ત્રીજા નંબર પર બેટિંગ કરતો અને કેપ્ટન ન હોત તો તે વિશ્વનો સૌથી રોમાંચિત ક્રિકેટર હોત.

efd98bcc1d7ca75a169e6fa591b6367f ગંભીર અને પઠાણને પુછવામાં આવ્યો સવાલ, ધોની કે વિરાટ બન્નેમાં કયો બેટ્સમેન છે પસંદ

વળી આ અંગે ઇરફાને કહ્યું, “પરંતુ એમએસ પાસે નંબર 3 પર બેટિંગ કરવાની બધી તકો હતી, તેઓએ તે કર્યું નહીં.” જુઓ, જો તમે વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની વચ્ચે નંબર 3 પર બેટિંગ કરતી વખતે સરખામણી કરો છો, તો મને હજી પણ લાગે છે કે વિરાટ પાસે વધુ સારી તકનીક છે, એવુ કઇ નથી કે જે હુ મહેન્દ્રસિંહ ધોની પાસેથી છીનવી રહ્યો છું, શંકા વિના તે ક્રિકેટનો સૌથી મોટો ખેલાડી છે. દરેકનો પોતાનો મત છે, હું તો પણ વિરાટની પસંદગી કરીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.