Not Set/ ગઢડાની ઘેલા નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યુ, રસ્તા બંધ અનેક લોકો ફસાયા…

ગઢડા સહિતના પંથક પર સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પણીની પુષ્કળ આવકના કારણે  ગઢડા તાલુકાની જીવાદોરી સમો ઇત્તરીયા ડેમ ઓવરફલો થયો છે. જિલ્લામાં સિઝનનો સૌથી વધુ વરસાદ ગઢડામાં પડ્યો છે. ભારે વરસાદનાં કારણે ખેડૂતોના પાકને પણ વ્યાપકનુ નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે.  સમગ્ર વિસ્તારમાં ભારે અને અવિરત વરસી રહેલા વરસાદનાં કારણે ગઢડાની ઘેલા નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ […]

Gujarat Others
497e44672402ff854bab6919f7ffebe7 ગઢડાની ઘેલા નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યુ, રસ્તા બંધ અનેક લોકો ફસાયા...

ગઢડા સહિતના પંથક પર સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પણીની પુષ્કળ આવકના કારણે  ગઢડા તાલુકાની જીવાદોરી સમો ઇત્તરીયા ડેમ ઓવરફલો થયો છે. જિલ્લામાં સિઝનનો સૌથી વધુ વરસાદ ગઢડામાં પડ્યો છે. ભારે વરસાદનાં કારણે ખેડૂતોના પાકને પણ વ્યાપકનુ નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. 

સમગ્ર વિસ્તારમાં ભારે અને અવિરત વરસી રહેલા વરસાદનાં કારણે ગઢડાની ઘેલા નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ થી ડેમો ઓવરફલો થયા છે. ડેમ ઓવરફ્લો થવાના કારણે તંત્રએ લોકોને એલટ કર્યા છે. રમાઘાટ ડેમ સતત ઓવરફ્લો થઇ રહ્યો છે. ગઢડામાં ઘેલો નદી ગાડીતૂર બનતા શીરવાણિયા વાડી વિસ્તારમાં લોકો ફસાયા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. વાડી વિસ્તારમાં 100 જેટલા દેવીપૂજક પરિવારો ફસાયા હોવાની વિગતો વિદિત છે. નદીમાં પૂર આવતા પરિવારોના ઘર પાણી પહોંચ્યું છે. 

ઢસાથી અમરેલી જવાનો માર્ગ પણ ભારે વરસાદ અને ગાંડીતૂર નદીનાં કાણે બંઘ થયો છે. માર્ગ અચાનક બંધ થતા હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો છે. ગુંદાળા ગામે આવેલ સાદરડી નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાતા આ ઘાટ થવા પામ્યો છે. પુલ પરથી પાણી પસાર થતા રસ્તો બંધ કરાયો છે. ગઢડા થી સૌરાષ્ટ્રમાં જવાનો રસ્તો બંધ થયો છે. ગુંદાળા ગામે વાહનોની લાંબી કતારો લાગી છે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews