Not Set/ ગાંધીનગરને જન્મદિનની શુભેચ્છા પાઠવતી શોર્ટ ફિલ્મ ‘સાબરમતીનાં તીરે તીરે…’

  ગાંધીનગર એટલે વર્તમાન ગુજરાતનું પાટનગર. ગાંધીનગર શહેર તેની સ્થાપનાનાં ૫૨ મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે ગાંધીનગરનાં જ યુવામિત્રોએ પાટનગરને જન્મદિનની શુભકામના પાઠવતી શોર્ટ ફિલ્મ તૈયાર કરી છે. સાબરમતીનાં તીરે તીરે … નામથી બનેલી આ શોર્ટ ફિલ્મમાં ગાંધીનગર શહેરના ભૂતકાળથી લઈ વર્તમાનની વાતને સુંદર રીતે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમમાં વણી લેવામાં આવી છે. આ […]

Uncategorized
e0e674a89cc8510fb7ca0195d8b8bd71 ગાંધીનગરને જન્મદિનની શુભેચ્છા પાઠવતી શોર્ટ ફિલ્મ ‘સાબરમતીનાં તીરે તીરે...’
 

ગાંધીનગર એટલે વર્તમાન ગુજરાતનું પાટનગર. ગાંધીનગર શહેર તેની સ્થાપનાનાં ૫૨ મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે ગાંધીનગરનાં જ યુવામિત્રોએ પાટનગરને જન્મદિનની શુભકામના પાઠવતી શોર્ટ ફિલ્મ તૈયાર કરી છે. સાબરમતીનાં તીરે તીરે … નામથી બનેલી આ શોર્ટ ફિલ્મમાં ગાંધીનગર શહેરના ભૂતકાળથી લઈ વર્તમાનની વાતને સુંદર રીતે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમમાં વણી લેવામાં આવી છે.

આ શોર્ટ ફિલ્મનો જેમને વિચાર આવ્યો તેવા યુવા કવિ શ્રી અંકુર શ્રીમાળી આ અંગે જણાવે છે કેગાંધીનગર શહેરની સ્થાપનાથી લઈને અત્યાર સુધી તે ઘણા બધાનાં પડાવોમાંથી પસાર થઈ ચૂક્યું છે. નાનકડા શહેરથી લઈને આજે મહાનગરપાલિકા બની ગયું છે. તેમજ આવનારા સમયમાં તે મેગાસિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે ગાંધીનગરાઓને શહેરનાં જન્મદિવસની શુભકામના પાઠવવાનો નવતર વિચાર આવ્યો.  આ શોર્ટ ફિલ્મમાં સાબરમતીનાં કિનારે વસેલા ‘કેપીટલ સિટી’ થી લઈ ‘ગીફ્ટ સિટી’ અને મહાત્મા મંદિર જેવી વૈશ્વિક ઓળખ બનવા સુધીની વાત વણી લેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે1960માં મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગુજરાત રાજ્ય અલગ પડ્યું ત્યારબાદ રાજ્યને નવા પાટનગરની જરૂરીયાત જણાઈ. ત્યારે તે સમયનાં સત્તાધીશોએ અમદાવાદથી ઉત્તર દિશામાં નવું પાટનગર વિકસાવવાનો વિચાર કર્યો અને એક સુવ્યવસ્થિત શહેર ગાંધીનગરની રચના થઈ. આજે ગાંધીનગર રાજકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર તો છે. તેની સાથે સાંસ્કૃતિકસામાજિકધાર્મિકશૈક્ષણિક પ્રવૃત્તિથીઓથી ધમધમી રહ્યું છે. અનેઆવનારા સમયમાં ગીફ્ટ સિટીનાં કારણે  હાઈટેક સિટી બનશે તેવો  વિશ્વાસ છે.  

આ શોર્ટ ફિલ્મ બનાવવામાં અંકુર શ્રીમાળી ઉપરાંતપરેશ પ્રજાપતિહિરેન પંડ્યાશેખર ગદાણી તેમજ  જયેશ પંચોલીએ પણ સહકાર આપ્યો હતો. આ શોર્ટ ફિલ્મ યુ ટ્યુબ વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.