Not Set/ ગાંધીનગર/  જિલ્લામાં કોરોનાનો વધુ 1 નવો કેસ સામે આવ્યો,  1નું મૃત્યુ

ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે કોરોના વાયરસે કાળો કહેર મચાવ્યો છે. ગાંધીનગર જીલ્લામાં  આજે વધુ એક કેસનો વધારો થયો છે.  અડાલજ માં 66 વર્ષીય પુરુષ કોરોના પોઝિટિવ આવ્યો છે. તો સાથે સાથે એક વ્યક્તિનું મોત થયું છે. અડાલજ માં 40 વર્ષ ના પુરુષ નું મૃત્યુ થયું છે. જે સાથે ગાંધીનગરમાં અત્યાર સુધીમાં કુલ ૪૯ કેસ […]

Uncategorized

ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે કોરોના વાયરસે કાળો કહેર મચાવ્યો છે. ગાંધીનગર જીલ્લામાં  આજે વધુ એક કેસનો વધારો થયો છે.  અડાલજ માં 66 વર્ષીય પુરુષ કોરોના પોઝિટિવ આવ્યો છે. તો સાથે સાથે એક વ્યક્તિનું મોત થયું છે. અડાલજ માં 40 વર્ષ ના પુરુષ નું મૃત્યુ થયું છે. જે સાથે ગાંધીનગરમાં અત્યાર સુધીમાં કુલ ૪૯ કેસ પોઝિટીવ થયા છે તો સાથે બે વ્યક્તિના કોરોના ને કારણે  મોત થયા છે.

ઉલ્લેખની છે કે ગાંધીનગર ખાતે  પણ કોરોના દર્દીઓની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે. જેને લઇ ને ગાંધીનગર જીલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. અલગ અલગ તાલુકાના અડાલજ, સુઘડ, સરગાસન,ઉવારસદ, તારાપુર, હડમાતીયા સહિત ના 15 ગામો અને તેની હદમા કંટેઈનમેંટ વિસ્તાર જાહેર કરાયો છે.   સેક્ટર 13બી અને સેક્ટર 24 ને ક્લસ્ટર ઝોન જાહેર કરાયા છે. સેક્ટર 24માં આવેલા 534 ઘર અને 2,756 લોકોનો ક્લસ્ટર ઝોનમાં સમાવેશ થાય છે. જ્યારે  સેક્ટર 13બીમાં 298 ઘર અને 1,456 લોકોનો સમાવેશ થાય છે.

ગાંધીનગર તાલુકાના 12 ગામોનો સમાવેશ થાય છે.  કલોલ શહેર એ આરસોડીયા મા પણ કંટેઈનમેંટ વિસ્તાર જાહેર કર્યો છે. જ્યારે દહેગામ તાલુકાનુ હાલીસા ગામ કંટેઈનમેંટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે.  આ ગામોના ત્રણ કીમી ની ત્રીજ્યામા કંટેઈનમેંટ વિસ્તાર જાહેરનામું લાગુ પડશે.  જે આગામી  15 મે સુધી અમલી રહેશે. ઉલ્લેખનીય છે કે ૩ જી મેં એ લોક ડાઉન ના બીજા તબક્કો પૂરો થાય છે. પરંતુ વધી રહેલા કેસ એ જોતા આ વિસ્તારોને કોઈ જ છૂટ મળશે નહિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.