Not Set/ ગાંધીનગર/ ભૂસ્તર વિજ્ઞાનની ઓફિસ સામે યુવકોએ કેમ કરી આત્મવિલોપનની કોશિશ ?

ગાંધીનગરમાં ગેરકાયદે ખનન મુદ્દે પગલાં ન લેવાતા ભૂસ્તર વિજ્ઞાનની ઓફિસ સામે આત્મવિલોપનની કોશિશ કરતા પંચમહાલ જીલ્લાનાં એક વ્યક્તિની પોલીસ દ્વારા  અટકાયત કરવામાં આવી છે, જો કો આ મામલે પોલીસ દ્વારા તેના વધુ 3 સાથીદારો કે જે ઘટના સ્થળે હાજર હતા અને તે પણ આત્મવિલોપન માટેનાં પ્રયાસમાં હતા તેમની પણ અટકાયત કરવામાં આવી છે.  પંચમહાલ જિલ્લામાં ગેરકાયદે ખનન મુદ્દે નારાજ […]

Uncategorized
98c8e7c77762d0dc2bdd91879fbde47b ગાંધીનગર/ ભૂસ્તર વિજ્ઞાનની ઓફિસ સામે યુવકોએ કેમ કરી આત્મવિલોપનની કોશિશ ?

ગાંધીનગરમાં ગેરકાયદે ખનન મુદ્દે પગલાં ન લેવાતા ભૂસ્તર વિજ્ઞાનની ઓફિસ સામે આત્મવિલોપનની કોશિશ કરતા પંચમહાલ જીલ્લાનાં એક વ્યક્તિની પોલીસ દ્વારા  અટકાયત કરવામાં આવી છે, જો કો આ મામલે પોલીસ દ્વારા તેના વધુ 3 સાથીદારો કે જે ઘટના સ્થળે હાજર હતા અને તે પણ આત્મવિલોપન માટેનાં પ્રયાસમાં હતા તેમની પણ અટકાયત કરવામાં આવી છે. 

પંચમહાલ જિલ્લામાં ગેરકાયદે ખનન મુદ્દે નારાજ યુવક દ્વારા આત્મદાહ જેવુ પગલું ભરવાની કોશિશ કરવામાં આવતા સમગ્ર ઘટનાએ નવા જ રંગ પકડ્યા છે અને આ મામલો ઉગ્ર બનતો જોવામાં આવી રહ્યો છે. જી હા, ગૌચરની જમીનમાં ગેરકાયદે ખનન થતું હોવાનો આરોપ યુવક દ્વારા લગાવવામાં આવી રહ્યો છે અને આ મામલે અનેક વખત ફરિયાદો કરવા છતા, ખનીજ માફિયાઓ પર કોઇ પણ પ્રકારનો અંકુશ લેવામાં ન આવતા કે અંકુશ લેવાની કોશિશ પણ ન કરવામાં આવતા વ્યતિત યુવક દ્વારા આ પગલુ ભરવામાં આવ્યું હોવની વિગતો સામે આવી રહી છે.  

ઉદ્યોગભવનમાં પંચમહાલના 4 લોકોનો આત્મવિલોપનનાં નિષ્ફળ પ્રયાસ બાદ આત્મવિલોપન કરનાર 4 લોકોની પોલીસે અટકાયત કરી અને ઉદ્યોગ ભવન ખાતે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.  

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews