Not Set/ ગાંધીનગર/ લક્ઝુરિયસ બગલાંમાંથી દારૂ ઝડપી પાડતી સ્ટેટ મોનિટરિંગ સેલ

  ગાંધીનગર પાસેના સાંતેજ નજીક આવેલા એક બંગલામાં દારૂનો જથ્થો રાખીને કારોબાર થતો હોવાની વિગત સ્ટેટ મોનિટરિંગ સેલને થતાં રેડ કરીને દારૂ  વેચાણનું રેકેટ ઝડપી પાડ્યું છે. 35 હજાર રૂપિયામાં બંગલો ભાડે રાખીને ગાંધીનગરમાં લોકોને દારૂની હોમ ડિલિવરી કરવામાં આવતી હતી. અંતે આ બંગલામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વહેલી સવારે રેડ પાડી એક વ્યક્તિને પકડી લીધો છે. આ અંગે […]

Uncategorized
30f0ecff50f0fa5483d67637f82a17a5 ગાંધીનગર/ લક્ઝુરિયસ બગલાંમાંથી દારૂ ઝડપી પાડતી સ્ટેટ મોનિટરિંગ સેલ
 

ગાંધીનગર પાસેના સાંતેજ નજીક આવેલા એક બંગલામાં દારૂનો જથ્થો રાખીને કારોબાર થતો હોવાની વિગત સ્ટેટ મોનિટરિંગ સેલને થતાં રેડ કરીને દારૂ  વેચાણનું રેકેટ ઝડપી પાડ્યું છે. 35 હજાર રૂપિયામાં બંગલો ભાડે રાખીને ગાંધીનગરમાં લોકોને દારૂની હોમ ડિલિવરી કરવામાં આવતી હતી.

અંતે આ બંગલામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વહેલી સવારે રેડ પાડી એક વ્યક્તિને પકડી લીધો છે. આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારી વોચ રાખતા હતા. આ બંગલામાં એક વ્યક્તિ થોડા થોડા સમયે ક્યાંક જતો હતો.  અને તેને જોઈને આ બંગલો તેનો ન હોવાની પોલીસને શંકા ગઈ હતી.

પોલીસે આજે વહેલી સવારે રેડ કરીને આ બંગલામાં તપાસ કરતા 60 હજારથી વધુનો દારૂ મળ્યો હતો. પોલીસ આ સંદર્ભે તપાસ કરતા જાણવા મળ્યું કે, આ બંગલો ભાડે રાખીને ત્યાં દારૂનો સ્ટોક કરવામાં આવતો હતો. જ્યારે ગાંધીનગરથી દારૂ માટે ઓર્ડર આવે એટલે એક વ્યક્તિ ત્યાં દારૂ આપવા જતો હતો. કરોડોના બંગલામાં ચાલતા આ દારૂના રેકેટ પર સ્ટેટ મોનિટરિંગ સેલ રેડ કરી છે. જે સંદર્ભે હાલ વધુ આરોપી અને તેની સાથે જોડાયેલા રેકેટ પર વધુ વિગત મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવી છે.

રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.