Not Set/ હાથરસ કેસમાં વળાંક, ચાર આરોપીઓએ જેલમાંથી પત્ર લખી પોતાને બતાવ્યા નિર્દોશ અને કહ્યુ…

  હાથરસ ગેંગરેપ કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં ધરપકડ કરાયેલા ચાર આરોપીઓએ જેલમાંથી હાથરસનાં એસપીને પત્ર લખીને પોતાને નિર્દોષ જાહેર કર્યા હતા. તેમણે હત્યા માટે પીડિતાનાં પરિવારજનોને દોષી ઠેરવીને આ કેસમાં ખોટી રીતે ફસાયેલા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ પત્રમાં લખ્યું છે કે, પીડિતા મુખ્ય આરોપી સંદીપની મિત્ર હતી. આ મિત્રતા તેમના પરિવારને […]

Uncategorized
7b463bc51034ac5dea28de0317b6028b 1 હાથરસ કેસમાં વળાંક, ચાર આરોપીઓએ જેલમાંથી પત્ર લખી પોતાને બતાવ્યા નિર્દોશ અને કહ્યુ...
 

હાથરસ ગેંગરેપ કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં ધરપકડ કરાયેલા ચાર આરોપીઓએ જેલમાંથી હાથરસનાં એસપીને પત્ર લખીને પોતાને નિર્દોષ જાહેર કર્યા હતા. તેમણે હત્યા માટે પીડિતાનાં પરિવારજનોને દોષી ઠેરવીને આ કેસમાં ખોટી રીતે ફસાયેલા હોવાનો આરોપ લગાવ્યો હતો.

d8f0c39152d5c51a61cce70c57f7ec65 1 હાથરસ કેસમાં વળાંક, ચાર આરોપીઓએ જેલમાંથી પત્ર લખી પોતાને બતાવ્યા નિર્દોશ અને કહ્યુ...

આ પત્રમાં લખ્યું છે કે, પીડિતા મુખ્ય આરોપી સંદીપની મિત્ર હતી. આ મિત્રતા તેમના પરિવારને પસંદ ન હોતી. આ ગુસ્સામાં પરિવારનાં સભ્યોએ તેની હત્યા કરી હતી. આરોપીઓએ સમગ્ર મામલાની તપાસ હાથ ધરીને ન્યાય માંગ્યો છે. હાથરસ ગેંગરેપ કાંડનાં ચાર આરોપીઓ લવકુશ, રવિ, રામકુમાર ઉર્ફે રામુ અને સંદીપ ઉર્ફે ચંદુએ પત્ર પર અંગૂઠા પણ લગાવ્યા છે. આરોપીઓએ લખ્યું છે કે તેમની ઉપર લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા છે. તેમણે આરોપીનાં નામ વધારવાનો અને એફઆઈઆરમાં જુદા જુદા દિવસોમાં કલમો ઉમેરવાનો ઉલ્લેખ પણ કર્યો છે.

આ પણ વાંચો – રાજ્યમાં કોરોનાને લઇને આવ્ચા સારા સંકેત, ડિસેમ્બર સુધીમાં તળિયે જવાનું તારણ

પત્રમાં મુખ્ય આરોપી સંદીપ વતી દાવો કરવામાં આવ્યો છે કે, તે પીડિતા સાથે અવાર-નવાર વાતો કરતો હતો. ઉલ્લેખનીય છે કે, સંદીપ અને પીડિત પરિવારનાં ફોન કોલ વિગતોમાં બંને નંબરો વચ્ચે 100 થી વધુ વખત વાતચીત થઈ હતી. જોકે, પીડિતાનાં ભાઈએ આ વાતને નકારી કાઠી હતી કે તેના પરિવાર અને આરોપી વચ્ચે ક્યારેય કોઈ વાતચીત થઈ નથી. તેમણે રેકોર્ડિંગ સાંભળવાની માંગ પણ કરી હતી. પત્રમાં સંદીપે દાવો કર્યો હતો કે, પીડિતા મારા ગામની એક યુવતી હતી, જેની સાથે મારી મિત્રતા હતી. અમે ક્યારેક મળતા અને ફોન પર વાતો કરતા. અમારા પરિવારને અમારી મિત્રતા પસંદ નહોતી. ઘટનાનાં દિવસે, હું તેને ખેતરમાં મળ્યો હતો, તેની સાથે તેની માતા અને ભાઈ પણ હતા. તેના કહેવા પર, હું તુરંત જ ઘરે ગયો અને ત્યાં મારા પપ્પા સાથે પ્રાણીઓને પાણી પીવડાવવા લાગ્યો.

આ પણ વાંચો – OMG/ ઘરમાં મળ્યો આઠ આંખો અને વાદળી ચહેરાવાળો સ્પાઈડર, મહિલાએ પકડીને…

આરોપી સંદીપે પત્રમાં લખ્યું છે કે, ‘થોડા સમય પછી મને ગામ લોકો પાસેથી ખબર પડી કે મેં પીડિતા સાથે મિત્રતા કરી છે, તેથી તેના ભાઈ અને માતાએ તેને માર માર્યો છે. માર મારવાને કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી, અને પછી તેનું મોત નીપજ્યું હતું. મેં ક્યારેય પીડિતાની હત્યા કરી નથી કે કંઈપણ ખોટું કર્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.