Not Set/ હાથરસ પીડિતાના મધ્યરાત્રીમાં અંતિમ સંસ્કારનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ

ઉત્તર પ્રદેશના હાથરસમાં એક યુવતી સાથે ગેંગરેપની ઘટના બાદ તેના મૃત્યુથી બધાને હચમચાવી દીધા હતા. પરંતુ પોલીસે મોડીરાત્રે જે રીતે કથિત રૂપે પીડિતાના અંતિમ સંસ્કાર કર્યા તે પછી વહીવટ સામેનો રોષ વધ્યો છે. હવે આ સમગ્ર મામલામાં એક્ટિવિસ્ટ તીસ્તા સીતલવાડે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. સિટીઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ નામની તિસ્તાની સંસ્થાએ હાથરસ કેસ […]

Uncategorized
5841f991855f5b45741ecdb273cb9a02 હાથરસ પીડિતાના મધ્યરાત્રીમાં અંતિમ સંસ્કારનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ
5841f991855f5b45741ecdb273cb9a02 હાથરસ પીડિતાના મધ્યરાત્રીમાં અંતિમ સંસ્કારનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ

ઉત્તર પ્રદેશના હાથરસમાં એક યુવતી સાથે ગેંગરેપની ઘટના બાદ તેના મૃત્યુથી બધાને હચમચાવી દીધા હતા. પરંતુ પોલીસે મોડીરાત્રે જે રીતે કથિત રૂપે પીડિતાના અંતિમ સંસ્કાર કર્યા તે પછી વહીવટ સામેનો રોષ વધ્યો છે. હવે આ સમગ્ર મામલામાં એક્ટિવિસ્ટ તીસ્તા સીતલવાડે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

સિટીઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ નામની તિસ્તાની સંસ્થાએ હાથરસ કેસ અંગે અરજી દાખલ કરી છે અને કોર્ટની દખલ માંગી છે. આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે, સુઆયોજિત કૃત્ય હોવાથી મધ્યરાત્રિએ પીડિતાના મૃતદેહને બાળી નાખવા માટે સ્વતંત્ર તપાસ કરવામાં આવે.

આ અગાઉ 500 લો સ્ટૂડન્ટએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જસ્ટિસ એસ.એ. બોબડેને પત્ર લખીને સમગ્ર મામલામાં કાર્યવાહીની માંગ કરી હતી. વિદ્યાર્થીઓએ આરોપી અધિકારીઓ સામે સીજેઆઈ પાસે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

પત્રમાં જણાવાયું છે કે આ કેસમાં સન્માનના અધિકારનો ભંગ કરવામાં આવ્યો છે. પત્રમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે હાથરસ પોલીસે લો સ્ટૂડન્ટ અને સામાન્ય લોકોમાં ભય પેદા કરવા માટે કાર્યવાહી કરી છે. આપને જણાવી દઈએ કે આ સમગ્ર મામલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સતત યોગી સરકારની ઘેરવામાં લાગેલા છે. તે પીડિતાના પરિવારને મળ્યા છે અને તેમને ન્યાય આપવાની ખાતરી આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ