Not Set/ 2016 માં PM નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસ 8, PM ના વિદેશ પ્રવાસથી દેશની પ્રતિષ્ઠા વધી

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ સતત વિદેશ પ્રવાસ કરતા હોવાનો આપરો લાગી રહ્યો છે. આ મામલે વિરોધીઓ PMને સતત નિશાને બનાવે છે ત્યારે PMના આ પ્રવાસસથી વિશ્વમાં દેશની શાખા વધી છે. વિપક્ષોના વિરોધ વચ્ચે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના દેશો સાથેના ભારતના સંબંધોને મજબૂત બનાવવા માટે અનેક વિદેશ પ્રવાસો કર્યા છે. જો કે, […]

Uncategorized

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ સતત વિદેશ પ્રવાસ કરતા હોવાનો આપરો લાગી રહ્યો છે. આ મામલે વિરોધીઓ PMને સતત નિશાને બનાવે છે ત્યારે PMના આ પ્રવાસસથી વિશ્વમાં દેશની શાખા વધી છે. વિપક્ષોના વિરોધ વચ્ચે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના દેશો સાથેના ભારતના સંબંધોને મજબૂત બનાવવા માટે અનેક વિદેશ પ્રવાસો કર્યા છે. જો કે, વર્ષ 2016માં વડાપ્રધાનના વિદેશ પ્રવાસ પર થોડી બ્રેક લાગી હોવા છતાં પણ ચાલુ વર્ષે તેમણે 8 વિદેશ પ્રવાસ કર્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 18 દેશોની મુલાકાત લીધી છે. વર્ષના 365 દિવસોમાંથી તેઓ 25 દિવસ વિદેશમાં રહ્યાં છે.

મે, 2014માં નરેન્દ્ર મોદી દેશના 14માં વડાપ્રધાન બન્યા ત્યારથી તેઓ પોતાની વિદેશ યાત્રાઓને કારણે વિપક્ષોના નિશાના પર રહ્યાં છે. જો કે, વર્ષ 2016માં તેમણે મોટા ભાગનો સમય દેશમાં જ પસાર કર્યો છે. 365 દિવસમાંથી વડાપ્રઘાન મોદી માત્ર 25 દિવસ જ દેશની બહાર રહ્યાં છે. પરંતુ આ 25 દિવસની વિદેશ યાત્રામાં વડાપ્રધાન 18 દેશમાં જઇ આવ્યા છે. જેમાં ચીન અને જાપાનની પણ યાત્રા કરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2016 માં કુલ 18 દેશોની પ્રવાસ કર્યા છે. જેમા વર્ષમાં 25 દિવસ દેશ બાહાર રહ્યા છે.

2016 માં પીએમ મોદીનો પહેલો વિદેશ પ્રવાસસ બેલ્જીયમ, યુ.એસ, સાઉદી અરેબિયા હતો જેમા તે 30 માર્ચ થી 3 એપ્રિલ સુધી 5 દિવસ રોકાયા હતા. બીજો પ્રવાસ ઇરાનનો હતો. જેમા તે 22 મે થી 23 મે સુધી 2 દિવસ રોકાયા હતા. ત્રીજો પ્રવાસસ અફઘાનિસ્તાન, કતાર, સ્વિટ્ઝર્લેન્ડ,.યૂ.એસ.એ અને મેક્સિકોનો હતો જેમા તે 4 જૂનથી 8 જૂન સુધી 5 દિવસ રોકાણ કર્યું હતું.

ચોથો પ્રવાસ ઉઝબેકિસ્તાનમાં પીએમ 23 જૂનથી 24  જૂન સધી 2 દિવસ રોકાયા હતો.પાંચમાં પ્રવાસ મોઝામ્બિક, દ.આફ્રિકા તાન્ઝાનિયા, કેન્યા 7 જૂલાઇ થી 11  જૂલાઇ સુધી 5 દિવસનો હતો. છઠો પ્રવાસ વિયેતનામ,,ચીન 2 સપ્ટેમ્બરથી 5 સપ્ટેમ્બર 4 દિવસનો હતો, સાતમો પ્રવાસ લાઓ પીડિઆર 7 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બર 2 દિવસ હતો. ત્યાર બદ જાપાનમાં 11 નવેમ્બર થી 12 નવેમ્બર સુધી 2 દિવસનો પ્રવાસસ હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસોની વિપક્ષ દ્વારા ભલે ટીકા કરવામાં આવી રહી હોય પરંતુ વડાપ્રધાનની આ મુલાકાતથી વૈશ્વિક ફલક પર ભારતની છબી મજબૂત બની છે. વિશ્વના દેશો સાથે ભારતના દ્વિ-પક્ષિય સંબંધો મજબૂત બન્યા છે. વૈશ્વિક સ્તરે ભારત અને ભારતની અર્થવ્યવસ્થા ચર્ચાનું કેન્દ્ર બની છે.