Not Set/ ગુજરાતમાં યોજાયો દેશનો પહેલો કેશલેશ ડાયરો, જ્યાં નોટની જગ્યાએ ઉડ્યા ચેક

બારડોલીઃ હવે ડાયરાઓ પણ કેશલેશ તરફ પ્રયાણ કરતા હોય તેમ લાગી રહ્યું  છે. એક તરફ ડાયરામાં નોટોનો વરસાદ થતો હતો..જ્યારે ડાયરામાં ચેક ઉડાવવામાં આવે છે. ત્યારે આર્મી વેલ્ફેર ફંડના લાભાર્થે બારડોલી ખાતે યોજાયેલા ડાયરામાં પૈસાની નોટનો ઘેર ન કરવા જણાવ્યું હતું. ધામદોડ રોડ પર નગર બીજેપી કાર્યાલયની સામેના મેદાન પર યોજાયેલા ડાયરામાં ગુજરાતના પ્રસિદ્ધ કલાકાર […]

Uncategorized

બારડોલીઃ હવે ડાયરાઓ પણ કેશલેશ તરફ પ્રયાણ કરતા હોય તેમ લાગી રહ્યું  છે. એક તરફ ડાયરામાં નોટોનો વરસાદ થતો હતો..જ્યારે ડાયરામાં ચેક ઉડાવવામાં આવે છે. ત્યારે આર્મી વેલ્ફેર ફંડના લાભાર્થે બારડોલી ખાતે યોજાયેલા ડાયરામાં પૈસાની નોટનો ઘેર ન કરવા જણાવ્યું હતું. ધામદોડ રોડ પર નગર બીજેપી કાર્યાલયની સામેના મેદાન પર યોજાયેલા ડાયરામાં ગુજરાતના પ્રસિદ્ધ કલાકાર કિર્તીદાન ગઢવી અને ઊર્વશી રાડદિયાએ ભજનો અને લોકગીતોની રમઝટ બોલાવી હતી. ત્યારે બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જુની પ્રથા દૂર કરી કેશલેસ ડાયરો ચાલું કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે ભજનની રમઝટ સાથે નોટ ઉડાડવાની જગ્યાએ ચેક ઉડ્યા હતા. ચેક દ્વારા દાન સ્વીકારી પ્રધાનમંત્રીના કેશલેસ વ્યવહાર કરવાના સંદેશાને વાચા આપી હતી. આખા ભારતમાં પ્રથમ કેશલેસ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

એક તરફ દેશમાં નોટબંધી બાદ આમ જનતા મુશ્કેલીમાં  મુકાય છે. લોકો પોતાના જ નાણાં બેંક અને ATM માંથી કાઢવા માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડ છે. તો બીજી તરફ લોક ડાયરામાં નવી આવેલી 2000 ની નોટોનો વરસાદ કરવામાં આવે છે. જેથી ડાયરામાં આવેલા ફંડ પર સવાલ ઉભા થાય છે.

લાખો રૂપિયા એક સાથે કોઇ ઉપાડી શકે નહિ તો લાખો રૂપિયા ડાયરામાં ઉડાવા માટે આવે છે ક્યાંથી?

કિર્તીદાન ગઢવીના ડાયરમાં એક જગ્યાએ 2000 રૂપિયાની નવી ચલણી નોટો ઉડતા વિવાદ થયો હતો.