ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન બીજા દિવસે ગૃહમાં ભારે હોબાળો થયો હતો. મજૂર કાયદા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ટિપ્પણી બાદ કોંગ્રેસના ધારાસભ્યો આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. અને વિરોધ નોધાવ્યો હતો. ત્યારે આ વિરોધ વધતા કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી એ પોતાનું માઈક ગૃહમાં ફેંક્યું હતું.
નોધનીય છે કે, ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતુ કે, 150 વર્ષના ઇતિહાસની વાત કરો છો. ત્યારે નૌશાદ સોલંકીએ કહ્યું તે, બાબાસાહેબ અંબેડકરની વાત પર વાંધો શુ છે. ત્યારે નીતિન પટેલે નૌશાદ સોલંકીને જવાબ આપ્યો કે, ઘરમાં કે ખેતરમાં મજૂર રાખો ત્યારે પગાર બાબતે ધ્યાન રાખો છો? જેના જવાબમાં નૌશાદ સોલંકીએ કહ્યું કે, મને કોન્ટ્રાકટર સાબિત કરો કે નીતિન પટેલ મારી માફી માંગે. આ મામલે ગૃહમાં હોબાળો થયો હતો.
કોંગ્રેસના દંડક અને વિધાનસભા અધ્યક્ષ વચ્ચે તુ તુ મેં મેં થી હતી. કોંગ્રેસના ધારાસભ્યોએ સુત્રોચ્ચાર કર્યા હતા. ગૃહમાં હોબાળો થતા કોંગ્રેસે વોક આઉટ કર્યું હતું. વિધાનસભાના અધ્યક્ષે કોંગ્રેસ MLAને ઠપકો આપ્યો હતો. પરેશ ધાનાણી, ઉપનેતા શૈલેષ પરમાર, પુંજા વંશ સહિતના સભ્યો અધ્યક્ષ પાસે રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ બાદ વિધાનસભા ગૃહમાંથી બહાર નીકળી જઈને કોંગ્રેસના સભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.
મંત્રી ભૂપેન્દ્રસિંહે માઈક છુટ્ટુ ફેંકવા મુદ્દે ધારાસભ્ય સામે પગલાં ભરવા માગણી કરી હતી. જ્યારે ધારાસભ્ય નૌશાદ ગેલેરીના પગથિયા પર ધરણાં પર બેસી ગયા હતા. ભારે સમજાવટ બાદ નૌશાદ સોલંકીએ ધરણાં પૂરા કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
