Not Set/ સલમાન ખાનના બંગલા પર ક્રાઇમ બ્રાન્ચની રેડ, 29 વર્ષથી ફરરા આરોપીની પોલીસે કરી ધરપકડ

મુંબઈ, હાલ એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. જેમાં ફરી એકવાર અભિનેતા સલમાન ખાન એક કેસમાં ફસાતા જોવા મળી રહ્યાં છે. મુંબઈ પોલીસે બુધવારે સલમાન ખાનના બંગલાની સંભાળ રાખનાર વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસ છેલ્લા 29 વર્ષથી તેની શોધ કરી રહી છે. છેલ્લા 20 વર્ષથી સલમાન ખાનના બંગલાની દેખભાળ કરતો આ શખ્સ મુંબઇ પોલીસનો વોન્ટેડ […]

Uncategorized

મુંબઈ,

હાલ એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. જેમાં ફરી એકવાર અભિનેતા સલમાન ખાન એક કેસમાં ફસાતા જોવા મળી રહ્યાં છે. મુંબઈ પોલીસે બુધવારે સલમાન ખાનના બંગલાની સંભાળ રાખનાર વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસ છેલ્લા 29 વર્ષથી તેની શોધ કરી રહી છે.

Image result for salman khan

છેલ્લા 20 વર્ષથી સલમાન ખાનના બંગલાની દેખભાળ કરતો આ શખ્સ મુંબઇ પોલીસનો વોન્ટેડ ક્રિમિનલ છે. સમાચારો અનુસાર સલમાન ખાનના ગોરાઇ બંગલામાંથી ધરપકડ કરાયેલા આ વ્યક્તિનું નામ શક્તિ સિદ્ધેશ્વર રાણા છે. આ વ્યક્તિ ઉપર બળજબરીપૂર્વક ચોરી અને હુમલો કરવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં જામીન પર બહાર આવ્યા બાદ તે છટકી ગયો હતો.

Related image

તો હવે 62 વર્ષીય વ્યક્તિએ સલમાન ખાનના બંગલાની દેખરેખ માટે મુંબઇ પોલીસને એક બાતમી આપી હતી. જે બાદ પોલીસની ક્રાઈમ બ્રાંચના યુનિટ 4 એ આખી યોજના બનાવ્યા બાદ સલમાન ખાનના ઘરે હુમલો કર્યો હતો.પોલીસને ગુપ્ત માહિતી મળ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી અને ત્યારબાદ બુધવારે સાંજે ધરપકડ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.