Not Set/ ગાંધીનગર/ શહેરમાં એક તરફ કોરોના બીજી તરફ ભારે ઉકળાટ, જનતા ત્રસ્ત

ગુજરાતનાં પાટનગર ગાંધીનગરને ગ્રીન સીટી તરીકે પણ ઓળખવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ઝાડને સતત કાપવામાં આવતા હોવાના કારણે અહી ગરમીમાં થોડો વધારો નોંધાઇ રહ્યો છે. શહેરમાં બે દિવસ પહેલા ધોધમાર વરસાદ પડ્યો અને તે બંધ થયા બાદ જે ઉકળાટ પડી રહ્યો છે તેનાથી આજે ગાંધીનગરવાસીઓ હેરાન પરેશાન થઇ ગયા છે. એક તરફ પાટનગરમાં કોરોનાનાં કેસ […]

Uncategorized
ebbd41f21cede3a0d02721276a0195c1 ગાંધીનગર/ શહેરમાં એક તરફ કોરોના બીજી તરફ ભારે ઉકળાટ, જનતા ત્રસ્ત

ગુજરાતનાં પાટનગર ગાંધીનગરને ગ્રીન સીટી તરીકે પણ ઓળખવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ઝાડને સતત કાપવામાં આવતા હોવાના કારણે અહી ગરમીમાં થોડો વધારો નોંધાઇ રહ્યો છે. શહેરમાં બે દિવસ પહેલા ધોધમાર વરસાદ પડ્યો અને તે બંધ થયા બાદ જે ઉકળાટ પડી રહ્યો છે તેનાથી આજે ગાંધીનગરવાસીઓ હેરાન પરેશાન થઇ ગયા છે.

એક તરફ પાટનગરમાં કોરોનાનાં કેસ વધતા લોકો ઘરે રહેવા મજબૂર બન્યા છે બીજી તરફ ભારે ઉકળાટનાં કારણે લોકોને ઘરમાં રહેવુ મુશ્કેલ બની ગયુ છે. છેલ્લા 3 મહિનાથી કોરોનાનાં વધતા જતા કેસોએ રાજ્યની મુસિબતમાં વધારો કર્યો છે. ત્યારે રાજ્યનાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ કોરોનાનાં કેસ સામે આવ્યા છે. પાટનગર ગાંધીનગરમાં પણ કોરોનાનાં કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. સાથે અહી જનતા એક તરફ કોરોનાથી તો બીજી તરફ ભારે ઉકશાટથી ત્રસ્ત થઇ ગઇ છે. નાગરિકો હવે રાહ જોઇ રહ્યા છે કે ક્યારે વરસાદ પડે અને વાતાવરણમાં ઠંડક ફેલાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.