Not Set/ ગાંધીનગર/ સિવિલ હોસ્પિટલનાં કોરોના વોરિયર્સને મેયર રીટાબેને બાંધી રાખડી

  રક્ષાબંધન એટલે ભાઈ બહેનનાં પ્રેમનો તહેવાર. આજનાં દિવસે ભાઈ બહેનને ગમતી ભેટ આપીને બહેનને ખુશ કરતા હોય છે. આ પવિત્ર તહેવારમાં સગા સંબંધીઓને મળવાની એક અલગ જ ખુશી હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાનાં કારણે ઘણા એવા લોકો છે જે આ પવિત્ર તહેવારને માણી શકશે નહી. રાજ્યનાં પાટનગરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં કોરોનાનાં કારણે ફરજ […]

Uncategorized
be85bcbfa8a4440e349ab3afad332363 ગાંધીનગર/ સિવિલ હોસ્પિટલનાં કોરોના વોરિયર્સને મેયર રીટાબેને બાંધી રાખડી
 

રક્ષાબંધન એટલે ભાઈ બહેનનાં પ્રેમનો તહેવાર. આજનાં દિવસે ભાઈ બહેનને ગમતી ભેટ આપીને બહેનને ખુશ કરતા હોય છે. આ પવિત્ર તહેવારમાં સગા સંબંધીઓને મળવાની એક અલગ જ ખુશી હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાનાં કારણે ઘણા એવા લોકો છે જે આ પવિત્ર તહેવારને માણી શકશે નહી. રાજ્યનાં પાટનગરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં કોરોનાનાં કારણે ફરજ પર હાજર રહેલા કોરોના વોરિયર્સને મેયર રીટાબેન પટેલે રાખડી બાંધી તેમનુ સન્માન કર્યુ હતુ.

આપને જણાવી દઇએ કે, મેયર રીટાબેન પટેલે ગાંધીનગર સિવિલનાં નર્સિંગ સ્ટાફ, પોલીસ કર્મચારીઓ તેમજ સફાઈ કામદારો જેવા કોરોના વોરિયર્સને રાખડી બાંધી ગુલાબ અને સન્માન પત્ર આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે મેયર રિટાબેને જણાવ્યું હતું કે, વૈશ્વિક મહામારી કોરોના સામેની દેશની લડતમાં મહત્વની ભૂમિકા ભજવનારા ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ, પોલીસ જવાનો અને સફાઇ કર્મીઓએ પોતાના જીવની પરવા કર્યા વિના    લોકોની સેવા કરીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમનું સન્માન કરવું એ મારા માટે ગૌરવની વાત છે. સાથે મેંયરે મીડિયાકર્મીઓનો પણ આભાર માન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.