Not Set/ ગાંધી જયંતિ પર રાહુલ ગાંધી બોલ્યા – હું દુનિયામાં કોઇનાંથી નહી ડરું

ઉત્તર પ્રદેશનાં હાથરસમાં એક મહિલા સાથે કથિત ગેંગરેપની ઘટના બાદ તેનું મોત નીપજતાં સૌ કોઇ હચમચી ગયા છે. વિરોધ પક્ષ રાજ્ય સરકાર અને પોલીસ વહીવટ પર સતત હુમલો કરી રહ્યો છે. કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુરુવારે પીડિતનાં પરિવારનાં સભ્યોને મળવા માટે હાથરસ જઈ રહ્યા હતા, પરંતુ માર્ગમાં જ પોલીસે તેમને અટકાવ્યા અને […]

Uncategorized

ઉત્તર પ્રદેશનાં હાથરસમાં એક મહિલા સાથે કથિત ગેંગરેપની ઘટના બાદ તેનું મોત નીપજતાં સૌ કોઇ હચમચી ગયા છે. વિરોધ પક્ષ રાજ્ય સરકાર અને પોલીસ વહીવટ પર સતત હુમલો કરી રહ્યો છે. કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુરુવારે પીડિતનાં પરિવારનાં સભ્યોને મળવા માટે હાથરસ જઈ રહ્યા હતા, પરંતુ માર્ગમાં જ પોલીસે તેમને અટકાવ્યા અને કસ્ટડીમાં લઈ લીધા. આ સમય દરમિયાન રાહુલ ગાંધી સાથે ધક્કા-મુક્કી પણ થઇ હતી, જેમા તે પડી પણ ગયા હતા. આ ઘટના બાદ રાહુલ ગાંધીએ આજે ​​ટ્વીટ કરીને લખ્યું કે, હું દુનિયામાં કોઈનાથી ડરીશ નહીં.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘હું દુનિયામાં કોઈનાથી ડરતો નથી… હું કોઈનાં અન્યાય સામે ઝૂકીશ નહીં, અસત્યને હું સત્યથી જીતીશ અને અસત્યનો વિરોધ કરતી વખતે હું તમામ વેદના સહન કરી શકું છુંય.‘ ગાંધી જયંતિની શુભકામનાઓ. આ પહેલા ગુરુવારે, એક ટ્વીટમાં યોગી આદિત્યનાથ પર હુમલો કરતા રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, દુ:ખનાં સમયે, પ્રિયજનોને એકલા નથી છોડી શકાતા. યુપીમાં જંગલરાજની એવી સ્થિતિ છે કે શોકમાં પરિવારને મળવાથી પણ સરકાર ડરી જાય છે. આટલા ડરશો નહીં, મુખ્યમંત્રી!

જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશ પોલીસે કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધી, પાર્ટી મહામંત્રી પ્રિયંકા ગાંધી સહિત 203 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. આ એફઆઈઆર હાથરસની મુલાકાત માટે ભીડ એકત્રીત કરવા સંદર્ભે નોંધવામાં આવી છે. ગ્રેટર નોઇડા, ગૌતમ બુધ નગરનાં ઇકોટેક ફોરેસ્ટ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 188, કલમ 269, 270 અને મહામામરી કાયદો નોંધવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.