Not Set/ ગુંડગાવના ૭ વર્ષીય બાળકની હત્યા કરનાર બસ કંડકટરની ધરપકડ

ગુંડગાવની રેયાન ઈન્ટરનેશનલ સ્કૂલમાં શુક્રવારના રોજ ૭ વર્ષના બાળકના હત્યા કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. આ બાળકની હત્યા બસ કંડકટર અશોક કુમારે કરી હોવાનું કબુલ કર્યું છે. પોલીસ દ્વારા જણાવ્યા અનુસાર, સ્કૂલ બસના કંડક્ટરે બાળક સાથે પહેલાં શારીરિક શોષણનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે બાળકે બૂમો પાડવાનો પ્રયત્ન કર્યો તો કંડક્ટરે તેનું ગળું કાપીને હત્યા કરી દીધી […]

India

ગુંડગાવની રેયાન ઈન્ટરનેશનલ સ્કૂલમાં શુક્રવારના રોજ ૭ વર્ષના બાળકના હત્યા કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. આ બાળકની હત્યા બસ કંડકટર અશોક કુમારે કરી હોવાનું કબુલ કર્યું છે. પોલીસ દ્વારા જણાવ્યા અનુસાર, સ્કૂલ બસના કંડક્ટરે બાળક સાથે પહેલાં શારીરિક શોષણનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે બાળકે બૂમો પાડવાનો પ્રયત્ન કર્યો તો કંડક્ટરે તેનું ગળું કાપીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદ બસ કંડકટર અશોક કુમારની ધરપકડ કરવામાં આવી છે.

મહત્વનું છે કે, શુક્રવારે સવારે બાળકનો મૃતદેહ ટોયલેટમાંથી મળ્યો હતો. બાળકનું ધારદાર હથિયારથી ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. તેનો એક કાન પણ કપાયેલો હતો.