Not Set/ ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી ડિસેમ્બર મહિનામાં બે તબક્કામાં યોજાઈ તેવી શક્યતા

ગુજરાતમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણી ડિસેમ્બર મહિનામાં બે તબક્કામાં યોજાઈ તેવી શક્યતા છે. અનુસાર ચૂંટણી પહેલા તબક્કામાં 3 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 7 ડિસેમ્બરે ચૂંટણી યોજાઈ શકે છે. જેની સંભવિત જાહેરાત ઓક્ટોબરમાં પ્રારંભમાં કરવામાં આવી શકે છે. જો કે આ મામલે સત્તાવાર કોઇ જાહેરાત કરવામાં આવી નથી…વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે તેવી સૂત્રોમાંથી માહિતી મળી […]

Gujarat
vlcsnap error208 ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી ડિસેમ્બર મહિનામાં બે તબક્કામાં યોજાઈ તેવી શક્યતા

ગુજરાતમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણી ડિસેમ્બર મહિનામાં બે તબક્કામાં યોજાઈ તેવી શક્યતા છે. અનુસાર ચૂંટણી પહેલા તબક્કામાં 3 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 7 ડિસેમ્બરે ચૂંટણી યોજાઈ શકે છે. જેની સંભવિત જાહેરાત ઓક્ટોબરમાં પ્રારંભમાં કરવામાં આવી શકે છે. જો કે આ મામલે સત્તાવાર કોઇ જાહેરાત કરવામાં આવી નથી…વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે તેવી સૂત્રોમાંથી માહિતી મળી રહી છે. જેની સત્તાવાર જાહેરાત ચૂંટણી પંચ ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં કરશે તેવા નિર્દેશો સાંપડી રહ્યા છે. પહેલા તબક્કામાં 3 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 7 ડિસેમ્બરે ચૂંટણી યોજાઈ શકે છે. પરિણામો ચૂંટણીના 10 દિવસ બાદ થવાની સંભાવાના છે. ચૂંટણી પંચ સમગ્ર ચૂંટણી કાર્યક્રમ જાહેર કરે ત્યારે ચિત્ર સ્પષ્ટ થશે…ચૂંટણી માટે ભાજપે સંપુર્ણ તૈયારી કરી લીધી છે જયારે કોંગ્રેસ હજુ અંધારામાં હોવાનુ જણાય છે. સરકારી તંત્રને નક્કી કરેલા લક્ષ્યાંક ૩૦ સપ્ટેમ્બર સુધીમાં પુરા કરી દેવા તાકીદ કરવામાં આવી છે. ગુજરાતની ચૂંટણી ઉપર સમગ્ર દેશનું ધ્યાન કેન્દ્રીત થશે એ નક્કી છે. દેશભરમાં આ ચૂંટણી ભારે ઉત્તેજના જગાવશે એ પણ નક્કી છે. ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસની નબળાઇ ભાજપ માટે સૌથી મોટો ફાયદો સાબીત થાય તેવુ જણાઈ રહ્યુ છે.