Not Set/ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો થશે આજે જાહેર

આ વખતે ગુજરાતની ચૂંટણીની જાહેરાત અલગથી કરવામાં આવી છે. તેના કારણે ચર્ચા જાગી હતી કે, શા માટે ગુજરાતની તારીખોમાં વિલંબ થયો? શા માટે ગુજરાતની ચૂંટણીમાં આચારસંહિતાના દિવસો ઓછા થાય તેવું કરવામાં આવ્યું? આ વખતે હિમાચલની જાહેરાત 12 ઓક્ટોબરે કરાઈ હતી, જ્યારે ગુજરાતની તારીખો 13 દિવસ મોડેથી છેક 25 ઓક્ટોબરે કરવામાં આવી. ગત વખતે હિમાચલ પ્રદેશ […]

Gujarat

આ વખતે ગુજરાતની ચૂંટણીની જાહેરાત અલગથી કરવામાં આવી છે. તેના કારણે ચર્ચા જાગી હતી કે, શા માટે ગુજરાતની તારીખોમાં વિલંબ થયો? શા માટે ગુજરાતની ચૂંટણીમાં આચારસંહિતાના દિવસો ઓછા થાય તેવું કરવામાં આવ્યું? આ વખતે હિમાચલની જાહેરાત 12 ઓક્ટોબરે કરાઈ હતી, જ્યારે ગુજરાતની તારીખો 13 દિવસ મોડેથી છેક 25 ઓક્ટોબરે કરવામાં આવી. ગત વખતે હિમાચલ પ્રદેશ અને ગુજરાતની તારીખો સાથેસાથે જ જાહેર કરવામાં આવી હતી તેના કારણે 73 દિવસનો આચારસંહિતાનો સમયગાળો રહ્યો હતો. આ વખતે હિમાચલમાં તારીખો જાહેર કરાઈ છે, તેમાં મહિના કરતાં પણ ઓછો સમય આચારસંહિતા માટે રહ્યો છે. જોકે તેના કરતાં ગુજરાતમાં આચારસંહિતાનો ગાળો 50 દિવસ જેટલો રહેશે. 12 ઓક્ટોબરે હિમાચલ પ્રદેશની તારીખો જાહેર કરાઈ, જેમાં મતદાન 9 નવેમ્બરે યોજાવાનું છે. તેનો અર્થ એ થયો કે એક મહિના કરતાં પણ ઓછો સમય આચારસંહિતાનો હિમાચલ પ્રદેશમાં રહ્યો.