Not Set/ ગુજરાત હાઇકોર્ટે 27 અઠવાડીયાના ગર્ભપાતનો કર્યો ઇન્કાર, જાણો સમગ્ર વિગત

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટે 27 અઠવાડીયાના ગર્ભ પાડવાનો ઇન્કાર કરી દીધો હતો. આ મામલે અબોર્સન માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. યુવતી ગર્ભમાં રહેવા બાળકને પાડવા માટે તૈયાર ના હતી. જજે યુવક અને યુવતી સાથે ચેમ્બરમાં ચર્ચા કરી હતી. પ્રેમિકા તેના પ્રેમિ સાથે જવા તૈયાર છે અને યુવક પણે તેને લઇ જવા માટે તૈયાર છે. હાઇકોર્ટે […]

Uncategorized
Pregnant Woman ગુજરાત હાઇકોર્ટે 27 અઠવાડીયાના ગર્ભપાતનો કર્યો ઇન્કાર, જાણો સમગ્ર વિગત

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટે 27 અઠવાડીયાના ગર્ભ પાડવાનો ઇન્કાર કરી દીધો હતો. આ મામલે અબોર્સન માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. યુવતી ગર્ભમાં રહેવા બાળકને પાડવા માટે તૈયાર ના હતી. જજે યુવક અને યુવતી સાથે ચેમ્બરમાં ચર્ચા કરી હતી. પ્રેમિકા તેના પ્રેમિ સાથે જવા તૈયાર છે અને યુવક પણે તેને લઇ જવા માટે તૈયાર છે.

હાઇકોર્ટે પોલીસને આદેશ આપ્યો છે કે, યુવતી અને યુવકને તેના ઘરે મુકી આવો અને યુવકના મા-બાપને તેનું ધ્યાન રાખવા માટે કહેવામાં આવે.

ગુજરાત હાઇકોર્ટે મહિસાગર કલેક્ટર અને સમાજ સુરક્ષા અધિકારીને આદેશ આપીને બાળકના જન્મ સુધી તેની તમામ પ્રકારની સુવિધા પુરી પાડવાની વાત કરી હતી. તેમજ સરકારી હોસ્પિટલમાં બાળકનો જન્મ કરાવીને એક વર્ષ સુધી વહિવટી તંત્ર તેનું ધ્યાન રાખે.

નોંધનીય છે કે, પીડિતાએ જ કોર્ટમાં ગર્ભપાત માટે અરજી કરી હતી, પરંતુ ગઈ કાલની સુનાવણી વખતે પીડિતાએ જ પોતાના પ્રેમીનું બાળક હોવાનું કહી જજની ચેમ્બરમાં ગર્ભપાત કરાવવાનો ઇનકાર કર્યો હતો. જે બાદ આજે હાઇકોર્ટે આ ચુકાદો આપ્યો.