ગુરૂગ્રામની રાયન ઇન્ટરનેશનલ સ્કુલમાં એક ચોંકવનારો કિસ્સો બહાર આવ્યો છે.જો કે ભોંડસી પાસે આવેલી રાયન ઇન્ટરનેશનલ સ્કૂલના બીજા ધોરણમાં અભ્યાસ કરતા એકમ હતો. જો કે આ ઘટનાની જાણ સ્ર્કૂલના સત્તાધિશોને થતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ બાળક ટોયલેટ ગયા પછી બહાર આવ્યો ન હતો. શાળાના અન્ય બાળકોએ તેને ટોયલેટમાં પડેલો જોયો હતો. તેના ગળા પર તીક્ષ્ણ હથિયારથી ઇજા કરવામાં આવી હોવાના ચિહ્નો હતાં બાળકની હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. પોલીસ આ મામલે સ્કુલ બસ કંડકટર, ડ્રાઈવર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે અને શાળાના શિક્ષકો શાળા સામે કાર્યવાહીની માંગી કરી રહ્યા છે. આરોપી કંડકટર અશોકે પૂછપરછમાં પોતાનો ગુનો કબૂલી લીધો છે.
પોલીસના મતે આરોપી કંડકટરે હત્યા પહેલા બાળકની સાથે કુકર્મનો પ્રયાસ કર્યો હતો. જ્યારે બાળકે તેનો વિરોધ કર્યો તો આરોપીએ તેને મારી નાખ્યો.
જો કે રોષે ભરાયેલા પરિવારે સ્કૂલમાં તોડફોડ કરી હતી.અને સ્કૂલ વિરુદ્ગમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.તેમજ પોલીસને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી
