Not Set/ ગુલાબો સીતાબો/ આયુષ્માન ખુરાના અને અમિતાભ બચ્ચનની ફિલ્મનું ટીઝર થયું રિલીઝ, જુઓ

આયુષ્માન ખુરાના અને અમિતાભ બચ્ચનની ફિલ્મ ગુલાબો સીતાબો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે. લોકડાઉનના કારણે મૂવી થિયેટરમાં ફિલ્મ રિલીઝ નથી થઇ રહી. આ કારણે તેને ઓનલાઇન રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે જે એકદમ મજેદાર છે. આ ફિલ્મ 12 જૂને […]

Uncategorized
4a56b73ae421f7305a1fb1dd63281d18 ગુલાબો સીતાબો/ આયુષ્માન ખુરાના અને અમિતાભ બચ્ચનની ફિલ્મનું ટીઝર થયું રિલીઝ, જુઓ

આયુષ્માન ખુરાના અને અમિતાભ બચ્ચનની ફિલ્મ ગુલાબો સીતાબો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે. લોકડાઉનના કારણે મૂવી થિયેટરમાં ફિલ્મ રિલીઝ નથી થઇ રહી. આ કારણે તેને ઓનલાઇન રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે જે એકદમ મજેદાર છે. આ ફિલ્મ 12 જૂને એમેઝોન પ્રાઇમ વિડીયો પર રીલિઝ થવાની છે.

આયુષ્માન ખુરાનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફની વીડિયો શેર કર્યો છે. કેપ્શનમાં, આયુષ્માને લખ્યું છે – હોશિયાર અને ચાલાકીની એક પ્રાઇસલેસ જોડી. ટ્રેલર ટૂંક સમયમાં રિલીઝ થશે. એમેઝોન પ્રાઇમ પર ગુલાબો સીતાબોને મળો, આ ફિલ્મનું ડિજિટલ પ્રીમિયર 12 જૂને થશે.

ટીઝરમાં બે બકરી જોવા મળી રહી છે, એકનું નામ ગુલાબો અને બીજીનું નામ સીતાબો છે. બેકગ્રાઉન્ડમાં વોઇસ ઓવર ચારી રહ્યું છે. વોઈસમાં કહેવામાં આવી રહ્યું છે- પહેલા સૌને નમસ્કાર કહો, સલામ કહો, સત્ શ્રી અકાલ કહો, અને આ ગુલાબો છે અને આ ભૈયા સીતાબો છે. તે હઝરતગંજની રહેવાસી છે અને તે અમીનાબાદની રહેવાસી છે. ચાંદની ચોકમાં ફરનાર, તેઓ ખૂબ હોંશિયાર, અને ખૂબ ચાલાક છે.

આપને જણાવી દઈએ કે, માર્ચ 2020 થી હિન્દી ફિલ્મ ઉદ્યોગને ભારતભરમાં લોકડાઉન થવાને કારણે બિઝનેસમાં મોટું નુકસાન થયું છે. તે સ્પષ્ટ છે કે , કોરોના વાયરસ મહામરીની વચ્ચે મોલમાં થિયેટર, મલ્ટિપ્લેક્સ સિનેમા સૌથી છેલ્લે ખોલવામાં આવશે. આને ધ્યાનમાં રાખીને, ફિલ્મ નિર્માતાઓ તેમની ફિલ્મોને મોટી સ્ક્રીન પર જોવા માટે મહિનાઓની રાહ જોવાને બદલે ડિજિટલ રીતે રજૂ કરવાની વિચારણા કરી રહ્યા છે. એમેઝોન પ્રાઇમ વિડીયોએ થોડા દિવસો પહેલા જાહેરાત કરી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.