Not Set/ ગૃહમંત્રી અમીત શાહ સાથેની બેઠક બાદ CM કેજરીવાલે કહ્યુ- કોરોના સામે કેન્દ્રની સાથે મળીને લડીશું જંગ

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય ઘણા સાથે દિલ્હીમાં કોરોના વાયરસનાં સંક્રમણની વિકટ પરિસ્થિતિઓને કારણે બેઠક યોજી હતી. આ બેઠક બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, તેઓ હવે મળીને કોરોના સામે યુદ્ધ લડશે. આ બેઠક બાદ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી માહિતી આપી હતી. દિલ્હી CM એ ટ્વીટ કર્યુ, ‘દિલ્હી સરકાર […]

India

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય ઘણા સાથે દિલ્હીમાં કોરોના વાયરસનાં સંક્રમણની વિકટ પરિસ્થિતિઓને કારણે બેઠક યોજી હતી. આ બેઠક બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, તેઓ હવે મળીને કોરોના સામે યુદ્ધ લડશે. આ બેઠક બાદ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી માહિતી આપી હતી.

દિલ્હી CM એ ટ્વીટ કર્યુ, ‘દિલ્હી સરકાર અને કેન્દ્ર વચ્ચેની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. અમે કોરોના સામે મળીને લડીશું.‘ રવિવારે સવારે અમિત શાહ દ્વારા બોલાવવામાં આવેલી દિલ્હીનાં ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ઉચ્ચ સ્તરીય બેઠક લગભગ એક કલાક અને વીસ મિનિટ સુધી ચાલી હતી. જેમા કોરોનાનાં સતત વધી રહેલા કેસ અંગે ચર્ચા કરવામા આવી હતી.

આ બેઠકમાં રોગચાળા સાથે સંકળાયેલી સરકારી વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. આગળ પગલા લેવા અંગે પણ વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન, દિલ્હીનાં નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા, આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન અને એઈમ્સનાં ડાયરેક્ટર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા. આ ઉપરાંત અમિત શાહ સાંજે ત્રણ મહાનગરપાલિકાઓ અને દિલ્હીનાં કોર્પોરેશન કમિશનરો સાથે પણ અલગથી બેઠક કરશે. આ સાથે જ કેજરીવાલ 17 જુનનાં રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.